વ્રજ વિદ્યાલય કુંકાવાવના બાળકોએ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત
વ્રજ વિદ્યાલય કુંકાવાવના બાળકોએ અમરેલી સ્થિત શીતલ આઈસ્ક્રીમનું કારખાનું તેમજ નારાયણ સ્પીનીંગ મિલની મુલાકાત કરી બંને ધંધાકીય યુનિટનું નિરીક્ષણ કરી રોજગાર લક્ષી વિસ્તૃત માહિતી મેળવી હતી. શીતલ આઈસ્ક્રીમના માલિક સંજયભાઈ તેમજ હાર્દિકભાઈ ભુવા અને સ્ટાફે સતત સાથે રહી બાળકોને કાચા માલથી માંડી ઉત્પન્ન થતા આઈસ્ક્રીમ સુધીની વિગતો સાથે તમામ યુનિટની મુલાકાત કરાવી હતી અને સૌ બાળકોને આઈસ્ક્રીમ ખવરાવી સ્વાગત પણ કર્યું હતું. એજ રીતે નારાયણ જિન અને સ્પીનીંગમાં પણ માલિક તેમજ સ્ટાફે સાથે રહી વિવિધ વિભાગોની મુલાકાત કરાવી હતી.બાળકોને આ મુલાકાતમાં બધું લાઈવ જોવાની તક મળતા ખૂબ આનંદની લાગણી અનુભવી હતી. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ મોવલીયાના માર્ગદર્શન હેઠળ પ્રતિનિધિ ઉદયભાઈ દેસાઈએ સમગ્ર આયોજન અને સંકલન કર્યું હતું. બંને યુનિટની મુલાકાત માટે વર્ષીલભાઈએ ખાસ વ્યવસ્થા ગોઠવી આપી હતી. એક્સપોઝર વિઝીટ સફળ બનાવવા આચાર્ય વિવેકભાઈ દીક્ષિત અને કૌશિકભાઈ મકવાણા તથા કેતનભાઈ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.









































