લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં વિકાસકાર્યોનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યો છે. તાલુકાના બવાડા અને ભેંસવડી ગામે અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન ગ્રામ પંચાયત ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જળ પ્રશ્નોના નિરાકરણ માટે ગોઢાવદર અને પુંજાપાદર ગામે ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત તળાવો ઊંડા કરવાના જળ સંચયના કામોનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ ઝિંઝુવાડીયા,ભીખાભાઈ ધોરાજીયા, અરૂણભાઇ પટેલચતુરભાઈ કાકડીયા, કાનજીભાઈ નાકરાણી,રાશિભાઈ ડેર,વિજયભાઈ ગજેરા, ભરતભાઈ સહિત ના કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.








































