લાઠી ખાતે રહેતા ૨૫ વર્ષીય ચિંતન ઉર્ફે દિવ્યેશ દિનેશભાઇ ગળથીયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતકના પિતા દિનેશભાઇ કરશનભાઇ ગળથીયા, જે હાલ સુરતના સીમાડા નાકા વિસ્તારમાં રહે છે અને હીરાકામ સાથે સંકળાયેલા છે, તેમણે લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા લાઠી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. એન.જી. લુખી દ્વારા જરૂરી નોધ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર બનાવની તપાસ હેડ કોન્સ્ટેમ્બલ કે.કે.રાઠોડ ચલાવી રહ્યાં છે. યુવાન પુત્રના આકÂસ્મક મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.





































