લાઠીના ધામેલ ગામે રહેણાંક મકાનનું તાળું તોડી કબાટના ગોદડામાં મૂકેલા રૂ. ૫૦ હજાર રોકડા તથા તાંબાના વાસણો સહિત કુલ રૂ. ૭૭,૪૦૦ ના મુદ્દામાલની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી.હરેશભાઈ કાનજીભાઈ વઘાસિયા (ઉં.વ. ૪૨)એ અજાણ્યા ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચોર ઈસમોએ તેમના મોટાબાપુ લાલજીભાઈ મનજીભાઈ વઘાસિયાના રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી મકાનના પ્રથમ રૂમનું તાળું તોડયું હતું. કબાટમાં ગોદડામાં મૂકેલા રોકડા રૂ. ૫૦,૦૦૦ તથા તાંબાના ત્રાંસ, તાંબાની થાળી, તાંબાના ગ્લાસ, તાંબાની ગોળીઓ અને તાંબાની ગાગર મળી કુલ રૂ. ૭૭,૪૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એમ. રાધનપરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.