મણિપુરના ગૃહમંત્રી ગોવિંદ દાસ કોન્થુજમે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે મે ૨૦૨૩ માં ફાટી નીકળેલી વંશીય હિંસામાં ઓછામાં ઓછા ૩૦૬ લોકો માર્યા ગયા હતા અને ૪૯ હજુ પણ ગુમ છે.મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ૩ મે, ૨૦૨૩ ના રોજ શરૂ થઈ હતી. તે પર્વતીય જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’ પછી શરૂ થઈ હતી, જે મેઈતેઈ સમુદાયની ‘અનુસૂચિત જનજાતિ’ દરજ્જાની માંગના વિરોધમાં યોજાઈ હતી.વિધાનસભા સત્રના બીજા દિવસે ભાજપના ધારાસભ્ય સપમ રંજન સિંહના પ્રશ્નના જવાબમાં, કોન્થુજમે કહ્યું, “૩ મે, ૨૦૨૩ ના રોજ હિંસા શરૂ થઈ ત્યારથી, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં ૩૦૬ લોકો માર્યા ગયા છે અને ૪૯ હજુ પણ ગુમ છે.”મણિપુરની વસ્તીના આશરે ૫૩ ટકા હિસ્સો મેઈતેઈ સમુદાયનો છે. તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસી સમુદાયો (નાગા અને કુકી સહિત) ૪૦ ટકા હિસ્સો ધરાવે છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.હિંસાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટÙપતિ શાસન લાદવામાં આવ્યું હતું. અગાઉ, બિરેન સિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે મહિનાઓ સુધી ચાલેલી વંશીય હિંસા બાદ ૯ ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. આ વર્ષે ૪ ફેબ્રુઆરીએ રાષ્ટÙપતિ શાસન હટાવવામાં આવ્યું હતું. કલાકો પછી, ભાજપના નેતા વાય. ખેમચંદ સિંહને મુખ્યમંત્રી બનાવીને નવી રાજ્ય સરકારની રચના કરવામાં આવી.