રાજુલાના માંડળ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે પ્રૌઢને અજાણ્યાની બાઈકમાં બેસવાનું ભારે પડ્યું હતું. આરોપીઓ તેમણે ખમીસમાં પહેરેલા ૨.૫૦ લાખના સોનાના ત્રણ બટન કઢાવી તેમને ઉતારીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દુલાભાઇ ભગવાનભાઇ નકુમ (ઉવ.૮૨) એ બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા આરોપીઓએ તેમને મોટર સાયકલમાં બેસાડીને તેમના ઘર પાસે ઉતારવાની વાત કરી હતી. જે બાદ તેના ઘર પાસે નહી ઉતારી થોડે દુર ઉતારી તેમને માર મારવાની ઘમકી આપી ડરાવી ધમકાવીને ખમીસમાં પહેરેલા સોનાના ત્રણ બટન કઢાવી લીધા હતા. બે તોલાના આ ત્રણ સોનાના બટનની કિંમત રૂ.૨,૫૦,૦૦૦ હતી. જે બાદ આરોપીઓ મોટર સાયકલ લઈને નાસી છૂટ્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એસ પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.









































