જેતપુરમાં જાણીતી ઇન્સ્ટા સ્ટાર હિમાંશી ઉર્ફે ઢીંગુ વાઘેલાએ ઝેરી દવા ગટગટાવી હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. હિમાંશી ઉર્ફે ઢીંગુ વાઘેલાએ ઝેરી દવા પી લેતા તેને હાલ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે આ તરફ ભાવિન મકવાણા નામના શખ્સના ત્રાસથી કંટાળીને ઇન્સ્ટા સ્ટાર યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, ભાવિન મકવાણા અવારનવાર રાત્રે ઘરે આવીને ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપતો હોવાનો હિમાંશીનો આક્ષેપ છે, સાથે હિમાંશીની ૧૦ વર્ષની નાની ભત્રીજીના હાથમાં દારૂની કોથળી પકડાવી વીડિયો ઉતારી ધમકાવતો હોવાનો પણ ગંભીર આરોપ ભાવિન મકવાણા પર લાગ્યા છે. ભોગ બનનાર ઇન્સ્ટા સ્ટાર હિમાંશીનો આ પગલું ભરતા પહેલા કહ્યું છે કે, હું મરી જઈશ યા મને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાવિન મકવાણાની રહેશે.










































