મોટી કુંકાવાવ ખાતે આદરણીય સ્વ. ડોલરભાઈ દયાશંકરભાઈ દવેની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ ૧૦/૦૧/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું આયોજન “શારદા” શારદા શોપિંગ સેન્ટર, દેવળમાં, નિલકંઠ મહાદેવ મંદિર પાસે, સોજીત્રા હોસ્પિટલના પહેલા માળે, મોટી કુંકાવાવ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સવારે ૯ કલાકે વંદનીય ગૌભક્ત ગોબરભાઈ ભગતના વરદ હસ્તે કરવામાં આવશે. આ કેમ્પમાં સાવરકુંડલાના સુપ્રસિદ્ધ વૈદ્ય અને ગોલ્ડ મેડાલિસ્ટ ડો. બળભદ્રભાઈ મહેતા (ભારત એવોર્ડ વિજેતા ૨૦૨૩ તથા આંતરરાષ્ટ્રીય વિશ્વ રેકોર્ડ ૨૦૨૪ થાઈલેન્ડ) તથા તેમની સુરત અને સાવરકુંડલા હોસ્પિટલની ટીમ સેવા આપશે. કેમ્પમાં આયુર્વેદ સારવાર, ફ્રી બોડી ચેકઅપ તેમજ સ્વાસ્થ્ય અંગેની જનરલ અવરનેસની માહિતી આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા માટે મોટી કુંકાવાવના તમામ નાગરિકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં
આવ્યો છે.






































