બાબરાના સુખપુર ગામે આહિર સમાજની વાડી ખાતે કોઠીવાળ પરિવાર દ્વારા ચિ.પ્રિયાંશની માનતાનાં માંડવાનું આજે ભવ્ય ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. કુળદેવી રાજ રાજેશ્વરી પીઠડ માતાજી અને ઈષ્ટદેવ મુરલીધર ભગવાનની અસીમ કૃપાથી પરિવારના આંગણે તા.૧ને શનિવારે ૨૪ કલાકનો ‘નવરંગો માંડવો’ યોજાશે. આ મંગલમય પ્રસંગની સાથે જ નવચંડી યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતો મુજબ, વૈશાખ સુદ ૧૫ ને શુક્રવાર, તારીખ ૦૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે થાંભલી રોપવાનું મુહૂર્ત નિર્ધારિત છે. તે જ દિવસે બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન છે. બીજા દિવસે, એટલે કે વૈશાખ વદ ૧ ને શનિવારના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે થાંભલી વધાવવાનું મુહૂર્ત રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે ડાક-ડમરુના પ્રખ્યાત કલાકાર સંજયભાઈ રાવળ (બુધેલ) અને બુધેલ ગ્રુપ દ્વારા ભક્તિની રમઝટ બોલાવવામાં આવશે. યજ્ઞના આચાર્ય તરીકે ગજાનંદ જયંતિલાલ પંડ્યા (સુખપર) સેવા આપશે. કોઠીવાળ પરિવારના તમામ સભ્યો દ્વારા આ પવિત્ર અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







































