બાબરાના અમરાપરા ગામે બીમારીથી કંટાળી એક પુરુષે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દિવ્યાબેન મહેશભાઈ ચૌહાણે જાહેર કરેલી વિગત મુજબ, મહેશભાઈ અંબારામભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૨) છેલ્લા બારેક વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા હતા. તેમજ ત્રણ વર્ષ પહેલાં પેરાલિસિસનો આંચકો આવતાં તેમનું અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયું હતું. આ ગંભીર બીમારીઓથી કંટાળી તેમણે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.