બગસરા પટેલવાડી ખાતે સમર્થ મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જયશ્રીબેન અતુલભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી રૂપલબેન સરવૈયાએ સ્વાગત પ્રવચન કરી મંડળીની ત્રણ વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. મંડળીમાં રૂ.૯૪ લાખથી વધુની ડિપોઝિટ સામે રૂ.૧ કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. ચોખ્ખો નફો રૂ.૭૨ હજારથી વધુ રહ્યો હતો. ચેરમેન અરુણાબેન બાબરીયાએ વિવિધ ધિરાણ યોજનાઓનો બહેનો વધુમાં વધુ લાભ લઈ આત્મનિર્ભર બને તેવી અપીલ કરી હતી. સભામાં બગસરા શહેર તથા આસપાસના ગામોની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.