બગસરામાં નજીવી વાતમાં થયેલી માથાકૂટમાં બે પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. રાજદીપભાઈ મનુભાઈ પરમાર (ઉ.વ.૧૯)એ રેહાન ભીખાભાઈ પઠાણ, શબ્બીર પઠાણ, સુઝલ, બિલાલ શબ્બીર પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તે બેઠો હતો ત્યારે રેહાન મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. જેથી તેણે તેને મારી સામે કેમ જોવે છે તેમ કહી ઝઘડો કરીને જતો રહ્યો હતો. જે બાદ ચારેય આરોપીએ આવીને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. જે બાદ રેહાન ભીખુભાઈ પઠાણ (ઉ.વ.૧૮)એ રાજદિપભાઈ મનુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેને સાદ પાડીને બોલાવ્યો હતો. જેથી તેઓ તેની પાસે જતાં તેણે શું કામ મારી સામે કાતર મારીને જોવે છે તેમ કહ્યું હતું. જેથી તેણે હું તારી સામે જોતો નથી તેમ કહીને ત્યાંથી નીકળવા જતો હતો ત્યારે તું ઉભો રહ્યો છે તો પછી હવે બાધીને જવાય તેમ કહી ગાળો આપી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કળસરીયા બંને કેસની વધુ તપાસ કરી રહ્યા છે.








































