અંડર-૧૯ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં, પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે એક એવું પ્રદર્શન કર્યું જેણે રમતગમત અને યુકિતક  ચાલાકી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. હરારેમાં રમાયેલી મેચમાં, પાકિસ્તાને પ્રથમ બોલિંગ કરી અને ઝિમ્બાબ્વેને ૧૨૮ રનમાં ઓલઆઉટ કરી દીધું. લક્ષ્ય સરળ હતું અને શરૂઆત આશાસ્પદ દેખાતી હતી, પરંતુ ૧૨મી ઓવર પછી રમતનો પ્રવાહ અચાનક બદલાઈ ગયો.
પાકિસ્તાનના ઓપનર્સ સમીર મિન્હાસ અને અહેમદ હુસૈને મજબૂત ઓપનિંગ ભાગીદારી બનાવી. ટીમે ૧૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૭૪ રન બનાવ્યા, અને વિજય લગભગ ઔપચારિકતા બની ગયો. જાકે, પાકિસ્તાને પછી અસામાન્ય રીતે રન-રેટ ધીમો કરવાનું શરૂ કર્યું. ૨૬ ઓવરના અંત સુધીમાં, પાકિસ્તાનનો સ્કોર ૧૨૦/૨ હતો, અને રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાને ઝિમ્બાબ્વેને સ્કોટલેન્ડથી આગળ ગ્રુપ સીમાં સ્થાન અપાવ્યું. ત્યારબાદ મિન્હાસે ૨૭મી ઓવરના પહેલા બે બોલમાં છગ્ગા ફટકારીને મેચનો અંત કર્યો, અને પાકિસ્તાન ૨૬.૨ ઓવરમાં ૧૩૨/૨ સુધી પહોંચી ગયું, આઠ વિકેટથી જીત મેળવી.
જે લોકો ફક્ત સ્કોર જાઈને પરિણામને નકારી શકે છે, તેમના માટે વાસ્તવિક વાર્તા ટેકનિકલ પાસામાં રહેલી છે. અંડર-૧૯ વર્લ્ડ કપના નિયમો અનુસાર, સુપર સિક્સ સ્ટેજમાં પહોંચેલી ટીમો સામે રમાયેલી મેચોમાંથી ફક્ત પોઈન્ટ અને નેટ રન રેટ આગળ વધે છે.
જા ઝિમ્બાબ્વે સ્કોટલેન્ડથી ઉપર રહી જાય, તો ઝિમ્બાબ્વે સામેની મેચમાંથી પાકિસ્તાનના પોઈન્ટ સુપર સિક્સમાં ગણાશે. અને પાકિસ્તાનનો નેટ રન રેટ તેની શ્રેષ્ઠ જીતને કારણે વધુ મજબૂત રહેશે.
પાકિસ્તાને ઝિમ્બાબ્વેને સ્કોટલેન્ડ કરતા ઘણા મોટા માર્જિનથી હરાવ્યું હોવાથી, આ પરિણામ તેમને સુપર સિક્સમાં પ્રવેશ કરતી વખતે સામાન્ય કરતાં વધુ મજબૂત નેટ રન રેટ આપશે.
આ સ્થિતિ  , સ્કોટલેન્ડ સામેની જીત પાકિસ્તાન માટે કોઈ ફાયદાકારક નહીં હોય, કારણ કે સ્કોટલેન્ડ આગામી રાઉન્ડમાં આગળ વધી શકશે નહીં, અને તેમની સામેની જીતથી મેળવેલા પોઈન્ટ અને રન રેટ આગામી રાઉન્ડમાં આગળ વધશે નહીં. રણનીતિ પર તરત જ ચર્ચા શરૂ થઈ. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર એન્ડી ફ્લાવરે તેને રમતગમતના દૃષ્ટિકોણથી નહીં, રણનીતિના દૃષ્ટિકોણથી જાવાનું પસંદ કર્યું. તેમણે કહ્યું, “પહેલા, તેઓએ ખાતરી કરવી પડી કે તેઓ મેચ હારશે નહીં, પછી તેઓ ફક્ત ધીમા પડ્યા જેથી ઝિમ્બાબ્વે આગળ રહી શકે. કેટલાક લોકો આની નીતિશા† પર પ્રશ્ન ઉઠાવશે, પરંતુ હું નથી કરતો.” ફ્લાવરે તેને “ભ્રામક યુકિતપૂર્ણ પરંતુ તાર્કિક” ગણાવ્યું.
બીજી બાજુ, કેટલાક માને છે કે આ પગલું રમતની ભાવના વિરુદ્ધ છે. તેઓ માને છે કે રન-સ્કોરિંગ ધીમું કરવું પરિણામને પ્રભાવિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ લાગે છે.આઇસીસી આચાર સંહિતામાં પરિણામને ઇરાદાપૂર્વક પ્રભાવિત કરવા બદલ દંડની જાગવાઈ છે, પરંતુ ઇરાદો સાબિત કરવો લગભગ અશક્ય  છે. તેથી, આ વિવાદ નૈતિકતા વિરુદ્ધ વ્યૂહરચનાના ક્ષેત્રમાં મર્યાદિત રહે છે.
પાકિસ્તાનની રણનીતિએ પોઈન્ટ ટેબલમાં ફાયદો મેળવ્યો હશે, પરંતુ તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી દે છેઃ શું ટુર્નામેન્ટના નિયમોમાં રહીને આ રીતે પરિણામ બદલવાથી રમતની ભાવનાને નુકસાન થાય છે? આ ઘટના ક્રિકેટના પરંપરાગત શિસ્તમાં બીજા પ્રકરણ ઉમેરે છે, જ્યાં રણનીતિ જીતે છે પણ ખેલદિલી હારે છે.