કેન્દ્ર સરકારે સશ† દળો (વિશેષ સત્તા) અધિનિયમ, ૧૯૫૮ (૧૯૫૮ ના ૨૮) ની કલમ ૩ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ૩૨.૦૩.૨૦૨૬ ના રોજ જાહેરનામું નં. ૧૫૧૫ દ્વારા, સમગ્ર મણિપુર રાજ્યને, ૫ જિલ્લાઓના ૧૩ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારો સિવાય, ૦૧.૦૪.૨૦૨૬ થી છ મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કર્યું. મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિની વધુ સમીક્ષા કરવામાં આવી છે. પ્રકાશિત ગેઝેટમાં જણાવાયું છે કે જ્યાં સુધી આ ઘોષણા વહેલી તકે પાછી ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારોને ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવે છે. જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર, કેન્દ્ર સરકારે મણિપુરમાં સશ† દળો (વિશેષ સત્તા) અધિનિયમ, ૧૯૫૮ તેમજ નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોને આગામી છ મહિના માટે લંબાવ્યો છે, જે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે.
મણિપુરના પાંચ જિલ્લાઓને મુક્તિ ઇમ્ફાલ પશ્ચિમ,લામ્ફેલ, શહેર,સિંગજામેઈ,પટસોઈ,વાંગોઈ
પોલીસ સ્ટેશનઃ ઇમ્ફાલ પૂર્વમાં પોરમપટ, હીંગાંગ અને ઇરિલબાંગ પોલીસ સ્ટેશન,થૌબલ જિલ્લામાં થૌબલ પોલીસ સ્ટેશન,વિષ્ણુપુર જિલ્લામાં બિષ્ણુપુર અને નામ્બોલ પોલીસ સ્ટેશન,કાકચિંગ જિલ્લામાં કાકચિંગ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારો,નાગાલેન્ડમાં,અશાંત વિસ્તાર નવ જિલ્લાઓ સુધી લંબાવવામાં આવ્યો છે., દીમાપુર, ન્યુલેન્ડ, ચુમોકેદિમા,સોમ,કિફિરે,નોકલાક,ફેક,પેરેન,મેલુરી
આ જાહેરનામામાં નાગાલેન્ડના અન્ય પાંચ જિલ્લાઓના ૨૧ પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોનો પણ સમાવેશ થાય છેઃ કોહિમા,મોકોકચુંગ,લોંગલેંગ,વોખા,ઝુન્હેબોટો.
અરુણાચલ પ્રદેશમાં, અશાંત વિસ્તાર ત્રણ જિલ્લાઓ સુધી લંબાવવામાં આવ્યો છેઃતિરપ ચાંગલાંગ લોંગડિંગ
આ આદેશમાં આસામની સરહદે આવેલા નમસાઈ જિલ્લાના નમસાઈ, મહાદેવપુર અને ચોકમ પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે, સશ† દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, ૧૯૫૮ (૧૯૫૮ ના ૨૮) ની કલમ ૩ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, સૂચના કલમ ૦.૧૫૧૫ દ્વારા, ૫ જિલ્લાઓના ૧૩ (તેર) પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો સિવાય, સમગ્ર મણિપુર રાજ્યને ૨૩.૦૩.૨૦૨૬ થી ૦૧.૦૪.૨૦૨૬ થી છ મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કર્યું. ત્યારબાદ, મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વધુ સમીક્ષા કરવામાં આવી અને આ નિર્ણય લેવામાં આવ્યો.
હવે, સશ† દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, ૧૯૫૮ (૧૯૫૮ ના ૨૮) ની કલમ ૩ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, પાંચ જિલ્લાઓમાં ૧૩ (તેર) પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો સિવાય, મણિપુર રાજ્યના સમગ્ર વિસ્તારને ૦૧.૧૦.૨૦૨૬ થી છ મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવે છે, સિવાય કે તેને અગાઉ રદ કરવામાં આવે.રાજ્યમાં હિંસા ફરી ફાટી નીકળી, જે પહેલાથી જ હિંસા અને સંઘર્ષથી ગ્રસ્ત છે. શુક્રવારે, શંકાસ્પદ આતંકવાદીઓએ કામજાંગ જિલ્લામાં ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. તેમના મૃતદેહ, ગોળીના ઘા સાથે, મ્યાનમાર સરહદ નજીકના દૂરના પિલોંગ ગામમાં એક નિર્જન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે હત્યાઓની નિંદા કરતા કહ્યું કે “આવા હિંસાના કૃત્યોનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી અને તેને સહન કરવામાં આવશે નહીં.” તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી.







































