ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે. આ વર્ષે પણ નરેશભાઈ પટેલના ૬૧મા જન્મ દિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ ૭૫થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૧૧ જુલાઈ ને શનિવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટમાં વિવિધ ત્રણ સ્થળે આ કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ છે. જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી છેલ્લા ૨૬ વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેમના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે. આ ઉપરાંત વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.