નક્સલીઓના મગજ તરીકે જાણીતા ગણપતિની આખરે નેપાળમાંથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસની આ મોટી સિદ્ધિથી નક્સલીઓને મોટો ફટકો પડ્યો છે. વધુમાં, નક્સલીઓની બીજી ટીમ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે.
નોંધનીય છે કે કુખ્યાત નક્સલી અને નક્સલીઓના મગજ તરીકે જાણીતા ગણપતિની નેપાળમાં ધરપકડ કરવામાં આવી છે. પોલિટબ્યુરોના સભ્ય ગણપતિ ૨૦૦૪ થી ૨૦૧૮ સુધી સેન્ટ્રલ કમિટીના સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્્યા છે. તેમની અચાનક ધરપકડથી નક્સલીઓને મોટો ફટકો પડ્યો છે. પોલીસ કર્મચારીઓ પરના અનેક હુમલાઓમાં ગણપતિનું નામ સતત સામે આવ્યું છે. પોલીસ લાંબા સમયથી ગણપતિને શોધી રહી છે, તેમની તપાસ માટે વિવિધ ટીમો તૈનાત કરી રહી છે. ગણપતિની ધરપકડ નક્સલી સમુદાય માટે મોટો ફટકો છે.
વરિષ્ઠ નક્સલી નેતાઓના વારંવાર શરણાગતિ અન્ય નક્સલીઓનું મનોબળ ઘટાડી રહ્યા છે, જેના કારણે વધુ શરણાગતિ થવાની શક્્યતા છે. આમાં ડ્ઢફઝ્રસ્-સ્તરના નક્સલીઓ, પૂર્વીય બસ્તર ડિવિઝન સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ પોતાની સાથે શસ્ત્રો  લાવી શકે છે. પોલીસ એક કે બે દિવસમાં આ શરણાગતિ અંગે માહિતી પૂરી પાડશે.