ધોરાજીમાં ખાતે દસ્તગીર યંગ ગ્રુપના સહયોગથી સમસ્ત મતવા ખુરેશી માલધારી સમાજ દ્વારા મેગા સર્વ રોગ નિદાન અને મેડિકલ કેમ્પ તેમજ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો. બહારપુરા વિસ્તારમાં આવેલ હાજી ઇબ્રાહિમભાઈ ખુરેશીના નિવાસસ્થાને યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નગરપતિ કાસમભાઈ ખુરેશીએ જણાવેલ કે કેમ્પમાં ધોરાજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ રોગોની તપાસ, નિદાન અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. ખાસ કરીને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે તે હેતુથી આયોજિત આ કેમ્પમાં ૨૦૦થી વધુ દર્દીઓનું વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. દર્દીઓને સરકારી હોસ્પિટલ તરફથી જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમાજના પ્રમુખ હાજી અમીનભાઈ મતવા, દસ્તગીર યંગ ગ્રુપના પ્રમુખ બાબરભાઈ સુલેમાન ભાઈ મતવા મચ્છી વાલા અને સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ તથા સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું સંચાલન ધોરાજીના પૂર્વ નગરપતિ કાસમભાઈ ખુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું.









































