લીલીયા પંથકના બવાડી, બવાડા, ઇંગોરાળા, ક્રાંકચ, શેઢાવદર અને ભોરીંગડા સહિતના ગામોમાં છેલ્લા અઢી દાયકાથી સિંહોનો વસવાટ છે. છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર પણ વધતાં ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાઓ દ્વારા પશુઓનાં મારણની ઘટનાઓ પણ બની રહી છે. તાજેતરમાં શેઢાવદરના ખેડૂત અગ્રણી અનિલભાઈ પાનસુરીયાના વાડામાં ઘૂસી દીપડાએ આઠ માસના વાછરડાનું મારણ કર્યું હતું.
અનિલભાઈએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરી જંગલમાં છોડવાની માંગ કરી છે.







































