ધારી શહેરના નબાપરા વિસ્તારમાં સિંહ અને દીપડાની અવરજવર સામાન્ય બની ગઈ છે. રાત્રિના સમયે શિકારની શોધમાં ગામ તરફ ધસી આવતા સિંહો અને દીપડાઓની રંજાડથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સમયાંતરે સિંહો ખેડૂતોનાં પશુઓનું મારણ કરતા હોવાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો છે. આજે સિંહોએ બે પશુઓનું મારણ કરી એરંડાના ખેતરમાં બેસીને ફાડી ખાધાં હતાં. આ ઘટનાને પગલે વિસ્તારના સભ્ય બાલાભાઈ વાડદોરિયાએ નારાજગી વ્યક્ત કરી વનવિભાગ સમક્ષ યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.







































