અમરેલી જિલ્લામાં યુવતીઓ ઘરેથી પોતાની મેળે ક્યાંક જતી રહેવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. દામનગરમાં મોટા બાપુજીના ઘરેથી એક યુવતી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. બનાવ સંદર્ભે બાબરામાં રહેતા ભરતભાઈ બીજલભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી આશા (ઉ.વ.૨૦) દામનગરમાં રહેતા તેમના મોટાભાઈના ઘરેથી કોઈને કહ્યા વગર પોતાની મેળે ક્યાંક જતી રહી હતી.





































