સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે કે આવનાર દિવસમાં જા બેંક સાથે જાડાયેસું કોઈ કામ હોય તો તારીખોનું ધ્યાન રાખો. મે મહિનામાં સતત ચાર દિવસ બેંકનું કામ બંધ રહેવાનું છે. આવું એટલા માટે કારણ કે બેંક કર્મચારીઓ આવનારા દિવસોમાં હડતાળ પર જવાના છે, જેના કારણે બેંકના કામ થઈ શકશે નહીં.
એઆઇએસબીઆઇએસએફ એટલે કે ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશને જણાવ્યું કે ૨૫ અને ૨૬ મેએ એસબીઆઈનો બધો સ્ટાફ હડતાળ પર રહેશે. હડતાળ બે દિવસની હશે પરંતુ બેંકનું કામ ચાર દિવસ સ્થગિત રહેવાનું છે. આવું એટલા માટે કારણ કે ૨૩ મેએ ચોથો શનિવાર અને ૨૪ મેએ રવિવારની રજા છે. ત્યારબાદ સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓની હડતાળ રહેશે. જેના કારણે સતત ચાર દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે.
એઆઇએસબીઆઇએસએફ એ જણાવ્યું કે આ હડતાળ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાના નિરાકરણ માટે કરવામાં આવી રહી છે. સ્ટાફની અછત, નોકરીની શરતો, ભરતીના નિયમ અને પેન્શનની સમસ્યાથી સ્ટાફ પરેશાન છે. યુનિયનનો આરોપ છે કે કામ કરનાર કર્મચારીઓની સમસ્યા પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને પહેલા થયેલી સમજુતિ હજુ પણ લાગૂ થઈ નથી. ફેડરેશને ૨ મેએ એસબીઆઇ ચેરમેનને આપેલી નોટિસમાં કહ્યું કે આ હડતાસ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ, ૧૯૪૭ હેઠળ કરવામાં આવશે.મહત્વનું છે કે આ હડતાળની અસર કોઈ પ્રકારની ઓનલાઈન સેવા પર પડશે નહીં. હડતાળને કારણે માત્ર બ્રાન્ચ સંબંધિત કામ થઈ શકશે નહીં. ચેક જમા કરવો, કેશ ડિપોઝિટ જેવી સુવિધાઓ ૪ દિવસ માટે બંધ રહેવાની છે. જ્યારે તમામ પ્રકારની ડિજિટલ સેવાઓ યથાવત રહેશે.







































