લાઠીના દેરડી (જાનબાઇ) ગામની પરિણીતા ગુમ થઈ હતી. આ અંગે સંજયભાઇ ધનજીભાઇ ઝાપડીયા (ઉ.વ.૪૩) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ગીતાબેન (ઉ.વ.૪૦) ઘરેથી કોઇને કાંઇ પણ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.










































