મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ દાવો કર્યો કે દિશા સાલિયનના મૃત્યુને લગતા આરોપો વચ્ચે, એવી શક્યતા છે કે શિવસેનાના યુબીટી ધારાસભ્ય આદિત્ય ઠાકરે દેશ છોડી ગયા હશે અથવા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હશે. ભાજપના નેતા રાણેએ એવો પણ દાવો કર્યો હતો કે ધરપકડના ડરથી રવિવારે મુંબઈમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટÙ નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેની આગેવાની હેઠળ યોજાયેલી વિરોધ કૂચમાં ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ભાગ લીધો ન હતો, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર સલિયાનનું ૮ જૂન, ૨૦૨૦ ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં રહેણાંક મકાનના ૧૨મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. એક અઠવાડિયા પછી, રાજપૂત તેમના બાંદ્રા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આનાથી બંને મૃત્યુ વચ્ચે સંભવિત જાડાણ હોવાની અટકળો શરૂ થઈ. પોલીસે અકસ્માત મૃત્યુ અહેવાલ નોંધ્યો અને તપાસ બાદ બાદમાં દાવો કર્યો કે સલિયાને આત્મહત્યા કરી હતી. સલિયાનના પિતાએ માંગ કરી છે કે આદિત્ય ઠાકરે સામે તેના મૃત્યુના સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવે.
મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ બાદ, સીબીઆઇ એ તાજેતરમાં આ કેસમાં એફઆઇઆર નોંધી છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈનું નામ આરોપી તરીકે ન લેવું જાઈએ. આદિત્ય ઠાકરેએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે કેટલાક લોકો રાજકીય કારણોસર તેમની છબી ખરાબ કરવા માટે જાણી જાઈને તેમનું નામ આ કેસ સાથે જાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, રાણેએ કહ્યું કે આદિત્ય ઠાકરે ગઈકાલે સ્ટેજ પર હાજર નહોતા. તેમની ગેરહાજરી બીમારી તરીકે દર્શાવવામાં આવી હતી. જા કે, આનો અર્થ એ નથી કે તેઓ વિદેશ ગયા છે અથવા જવાની તૈયારી કરી રહ્યા છે. એવું પણ શક્ય છે કે તેઓ વિદેશ ગયા છે. તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈને તેમની હાજરીની તપાસ થવી જાઈએ.
રાણેએ દાવો કર્યો હતો કે આદિત્ય ઠાકરેનું નામ સલિયનના મૃત્યુ કેસ સંબંધિત એફઆઇઆર અને નિવેદનોમાં વારંવાર આવ્યું છે અને માંગ કરી હતી કે તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરીને હકીકતો શોધી કાઢે. તેમણે એવી પણ માંગ કરી હતી કે જા તપાસ એજન્સીઓને શંકા હોય કે ઠાકરે દેશ છોડી શકે છે, તો તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે અને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવે. રાણેએ કહ્યું હતું કે જા કોઈ તપાસ એજન્સીને શંકા હોય કે કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ કરી શકે છે, તો કાયદા હેઠળ ઉપલબ્ધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો જાઈએ. લુકઆઉટ નોટિસ જારી કરવી, પાસપોર્ટ જપ્ત કરવો અથવા અન્ય કોઈપણ કાર્યવાહી નક્કર પુરાવા અને કાયદાની યોગ્ય પ્રક્રિયા પર આધારિત હોવી જાઈએ, ફક્ત આરોપો પર નહીં.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આદિત્ય ઠાકરે રવિવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા આયોજિત “ગર્જના મોરચા”માં જાહેર મંચથી દૂર રહ્યા હતા, જાકે તેમની ગેરહાજરીનું કારણ તાવ હોવાનું જણાવ્યું હતું. રાણેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિવસેના (યુબીટી) ના ધારાસભ્ય હત્યા, ગેંગરેપ અને છેતરપિંડી સહિતના ગંભીર ગુનાઓમાં જાડાયેલા છે, અને દાવો કર્યો હતો કે તેમનું નામ એફઆઇઆર અને સાલિયન કેસમાં વિવિધ નિવેદનોમાં ૧૩ વખત આવ્યું છે. જાકે, કોર્ટમાં આ આરોપોની પુષ્ટિ થઈ નથી.
ભાજપ નેતાએ આરોપ લગાવ્યો હતો કે નાગરિક કરાર સંબંધિત કેસમાં તપાસનો સામનો કરી રહેલા અભિનેતા ડીનો મોરિયા ફક્ત “પ્રમુખ” હતા અને આદિત્ય ઠાકરે તેમના “ગોડફાધર” હતા. રાણેએ કહ્યું કે તેમની એકમાત્ર માંગ નિષ્પક્ષ તપાસની છે અને ભાર મૂક્યો હતો કે કાયદો દરેક માટે સમાન હોવો જાઈએ, પછી ભલે તે વ્યÂક્તનું સ્થાન કે દરજ્જા ગમે તે હોય. દરમિયાન, આદિત્ય ઠાકરેએ સોમવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે પુણેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન સંબંધિત મુદ્દાઓ પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે જાડાશે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ પર હજારો વિદ્યાર્થીઓ રાજીનામું માંગી રહ્યા હોવા છતાં એમપીએસસી ચેરમેન પદ પર કેમ રહ્યા.