દિવાળી પહેલા ગૃહિણીઓને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. જી હા…રાજકોટ સહિત સમગ્ર રાજ્યની મહિલાઓની દિવાળી બગડે એવા માઠા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો જાવા મળ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થતાં બજારમાં ચિંતાનો માહોલ જાવા મળ્યો છે. નવી સિઝન સમયે જ સીંગતેલમાં ૧૫ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.
નવી સિઝનની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવ વધતાં ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. સીંગતેલમાં પ્રતિ ડબ્બે ૧૫ રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે સીંગતેલનો પ્રતિ ડબ્બાનો ભાવ ૨૯૭૦ રૂપિયાથી વધીને ૩૦૩૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં પણ પ્રતિ ડબ્બે ૨૦ રૂપિયાનો વધારો થયો છે, જેનાથી તેનો ભાવ ૨૫૭૫ રૂપિયાથી વધીને ૨૬૨૫ રૂપિયા થયો છે.
ખાદ્યતેલના ભાવવધારા પાછળનું મુખ્ય કારણ?
ચાલુ વર્ષે ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે મગફળીના ઉત્પાદન પર મોટી અસર પડી છે. વરસાદની ખેંચને લીધે ખેડૂતો જાઈએ એવું વાવેતર કરી શક્યા નથી. બીજી બાજુ વરસાદ ખેંચાવાના કારણે વાવેતર અને પાકની ગુણવત્તા પર અસર થતાં આ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
ગુજરાતના ગંજ બજારોમાં મગફળીની નવી આવક શરૂ તો થઈ છે, પરંતુ ઉત્પાદન ઓછું હોવાના કારણે આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ/મણ ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો સીધો વધારો થયો છે. નવી મગફળીની ઓછી આવક અને ઊંચા કાચા માલના ભાવના પરિણામે ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.