સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન ફરી એકવાર ‘બિગ બોસ તેલુગુ’ માટે સમાચારમાં છે. આ વખતે, નાગાર્જુન ‘બિગ બોસ તેલુગુ’ની નવી સીઝન ૧૦ હોસ્ટ કરવા માટે તૈયાર છે. ચાહકો ઘણા સમયથી આ શોની રાહ જાઈ રહ્યા હતા.
આ નવી સીઝન એક ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. નિર્માતાઓએ વચન આપ્યું છે કે આ વખતે રમત પહેલા કરતા વધુ રોમાંચક અને અલગ હશે. શોના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર નાગાર્જુનનો વિડીયો શેર કર્યો છે. ચાહકો આ વિડીયોમાં તેમના મનપસંદ હીરો નાગાર્જુનને જાઈને ખુશ છે અને શો માટે પણ ઉત્સાહિત છે.
આ વીડિયો સાથે, નિર્માતાઓએ લખ્યું, “‘બિગ બોસ તેલુગુ સીઝન ૧૦’ રજૂ કરી રહ્યા છીએ. આ વખતે તમે બિગ બોસના ‘દશાવતારમ’ના સાક્ષી બનશો. રમત બદલાઈ રહી છે, નિયમો બદલાઈ રહ્યા છે, અને આ વખતે ઇતિહાસ રચાશે.”
આ લોકપ્રિય શો ‘એન્ડેમોલ શાઇન ઇન્ડીયા’ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, જેના સીઇઓ દીપક ધર છે. આ કંપની મનોરંજન જગતમાં એક મુખ્ય ખેલાડી છે અને અગાઉ ઘણી સુપરહિટ વેબ સિરીઝ અને શોનું નિર્માણ કરી ચૂકી છે. આ યાદીમાં ‘ધ નાઇટ મેનેજર’, ‘ધ ટ્રાયલ’, ‘કોલ માય એજન્ટ’ અને ઘણી બધી શ્રેણીઓ અને ફિલ્મોનો સમાવેશ થાય છે.












































