વડિયા-મોટી કુકાવાવ તાલુકાના તોરી ગામના આઝાદ યુવક મંડળ દ્વારા તોરી શાળામાં, ખાન ખીજડીયા પ્રાથમિક શાળામાં, રામપુર પ્રાથમિક શાળા, મેઘાણી હાઇસ્કૂલ નાજાપુરના કુલ ૧૬૫ વિદ્યાર્થીઓને અભ્યાસ કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે નાજાપુરના માજી સરપંચ અને માજી જિલ્લા પંચાયતના સભ્ય રવજીભાઇ પાનસુરિયાનું સન્માન યુવક મંડળના પ્રમુખ વિનુભાઇ કોટડિયાએ કર્યું હતું. આ પ્રસંગે રામપુર ગામે સેવાકીય કામગીરી કરનારા અને રામ-રોટી આશ્રમના સંચાલક ચતુરભાઇ બોરડનું પણ વિવિધ રીતે સન્માન કરવામા આવ્યું હતું. શાળાના આચાર્ય હસુભાઇ ઠુમ્મરે શાળાકીય વિવિધ પ્રવૃત્તિની માહિતી આપી હતી તેમ વિનુભાઈ કોટડીયાની યાદીમાં જણાવ્યુ છે.








































