જામકંડોરણા ખાતે મઢવી પરિવાર દ્વારા સૂરાપૂરા પાંચા દાદાના મંદિરે અનુસૂચિત જાતિ સમાજની ૧૧ દીકરીઓ માટે ભવ્ય સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં નરેન્દ્રભાઇ, હરિભાઈ અને કિશોરભાઈ મઢવી સહિત સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં સાંજે જાનના સામૈયા અને હસ્તમેળાપની વિધિ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મંગલ અવસરે સંતો-મહંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે જ માજી સાંસદ રમેશભાઈ ધડૂક, ગોવિંદભાઈ રાણપરીયા અને લલીતભાઈ રાદડીયા જેવા અગ્રણીઓએ હાજરી આપી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી. મઢવી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહલગ્ન સમારોહમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.










































