જાફરાબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, યુનિટ નર્મદા સિમેન્ટ-જાફરાબાદ વર્ક્સ દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને તેમને નિયમિત શાળાએ આવવા પ્રેરિત કરવા સરાહનીય પહેલ કરવામાં આવી છે. કંપની દ્વારા આસપાસની સાત શાળાઓમાં વિવિધ રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાબરકોટ, વઢેરા, મિતિયાળા તથા વાપરિયા-મિતિયાળાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને સાધનો અપાયા હતા. જેમાં ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ક્રિકેટ બેટ-બોલ, બેડમિન્ટન, ચેસ, રીંગ, ગોળા ફેંક અને ભાલા ફેંકના સાધનોનો સમાવેશ થાય છે.