સાવરકુંડલા તાલુકાના થોરડી ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ બરવાળીયાએ જન્મદિન નિમિત્તે પોતાના ખર્ચે ગામમાં સ્ટ્રીટલાઈટ લગાવી અનોખી ભેટ આપી છે. ગામમાં પ્રથમ વખત ઓટો સેન્સર આધારિત સ્ટ્રીટલાઈટ સિસ્ટમનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. સાંજે અંધારું થતાં લાઈટ આપમેળે ચાલુ અને સવારે અજવાળું થતાં બંધ થઈ જાય છે. આ વ્યવસ્થાથી વીજળીનો બિનજરૂરી વપરાશ અટકશે અને માનવશ્રમમાં ઘટાડો થશે. ગામના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પ્રકાશિત થતાં ગ્રામજનોને રાત્રે અવરજવરમાં સુવિધા મળશે. ગ્રામજનોએ સરપંચની આ પહેલને આવકારી છે.





































