ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં આપ નેતા જીગીશા પટેલ પર હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક પ્રશ્નો સંદર્ભે ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં પહોંચેલા આપ નેતા જીગીશા પટેલ પર સ્થાનિક મહિલાઓ તૂટી પડી હતી અને તેમની ગાડી પર પથ્થરમારો અને જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં જીગીશા પટેલને ઈજાઓ પહોંચતા હાલ તેમને હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડાયા છે.
વિગતે વાત કરીએ તો, પાણી અને રસ્તાના પ્રશ્નો સંદર્ભે આપ નેતા જીગીશા પટેલ ગોંડલમાં ભગવતપરા વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમની અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, આ ભારે ઘર્ષણ બાદ મામલો બિચકાતા પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. જે દરમિયાન કેટલીક મહિલાઓએ આપ નેતા જીગીશા પટેલ પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો થયો હતો. પાણી અને રસ્તાના પ્રશ્ને મુલાકાતે ગયેલા જીગીશા પટેલની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે હુમલામાં જીગીશા પટેલ ઈજાગ્રસ્ત થયા હતા સાથે જ તેમની કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કારનો કાચ આખો તૂટી ગયો છે. જેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે.
હાલની માહિતી મુજબ, આ પથ્થરમારા અને હુમલાની ઘટનામાં આપ નેતા જીગીશા પટેલને ઈજા પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, ત્યારે બનાવ સંદર્ભે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









































