ગુજરાતમાં હવે ૧ મે બાદ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે તે લગભગ નિશ્ચિત છે. તેથી, ચૂંટણી પહેલાં, માર્ચમાં રાજ્યભરના મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પક્ષના શાસનનો અંત આવી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી નવી ચૂંટણીમાં પદાધિકારીઓની નિમણૂક નહીં થાય, ત્યાં સુધી ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન સંભાળશે. ચૂંટણી પાછળ ખસેડાતા, ૧૦ માર્ચથી વહીવટદારોનું શાસન લાગુ થશે.
આગામી ૧૦ માર્ચથી ગુજરાતની છ મોટી મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ તમામ પાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે, જેથી શહેરી વિકાસના કામમાં કોઈ અટકાવ ન આવે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં કાર્યકાળ પૂર્ણ થતા શાસનનો અંત આવ્યો છે, અને તેથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ નિમણૂકમાં સ્થાનિક અનુભવ ધરાવતા અધિકારીઓને પસંદ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. વિશેષ અનુભવી અને સિનિયર આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારીઓને મહાનગરપાલિકાઓના વહીવટની કમાન સોંપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આગામી બે મહિના સુધી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની શક્યતા નથી, પરંતુ ૧૦ માર્ચે ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આથી શહેરી વિકાસના કામ અટક્યા નહીં તે માટે વહીવટદારોની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. ૧૦ માર્ચથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરની મહાનગરપાલિકાઓ માટે નવા વહીવટદારો કાર્યરત રહેશે. આ તમામ પાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના રાજકીય હોદ્દેદારોની સત્તાઓનો અંત આવશે.
જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય અને નવું બોર્ડ ન રચાય, ત્યાં સુધી આ વહીવટદારો જ ચાર્જ સંભાળશે. આ માટે મુખ્યમંત્રી કાર્યાલયની પસંદગી મુજબ અનુભવી આઈએએસ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઃવહિષ્ટ આઈએએસ અધિકારી મુકેશ કુમારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર (વહીવટદાર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી ન યોજાતા વહીવટી પ્રક્રિયા ચાલુ રાખવા માટે તેઓ ૧૦ માર્ચ, ૨૦૨૬થી કાર્યરત રહેશે. નવી ચૂંટણીઓ સુધી તેઓ વહીવટદાર તરીકે કામગીરી સંભાળશે. હાલના કાઉન્સિલરોની પાંચ વર્ષની મુદત ૯ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂરી થઈ રહી છે.રાજકોટ મહાનગરપાલિકાઃવહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાઃઆરતી કંવર વહીવટદાર તરીકે નિમણાઈ છે. આરતી કંવર પહેલેથી જામનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત રહી ચૂકી છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને મહાનગરપાલિકાનું વહીવટ સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકાઃશાલિની અગ્રવાલને વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ૧૦ માર્ચથી તેમના શાસન હેઠળ વડોદરા મહાનગરપાલિકાનું વહીવટ શરૂ થશે.ભાવનગર મહાનગરપાલિકાઃહર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. હર્ષદ પટેલ હાલમાં જીએસએલમાં કાર્યરત છે અને તેમને ભાવનગરના વહીવટને ગતિ આપવા જવાબદારી સોંપાઈ છે. આ રીતે, આગામી ચૂંટણી સુધી ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં વહીવટદારો મહાનગરપાલિકાઓનું શાસન સંભાળશે.









































