ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત રાજુલાની તાલુકા કક્ષાની અન્ડર-૧૪ ચેસ સ્પર્ધાનું આયોજન રામપરા-૨ વૃંદાવન શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની સેન્ટ મેરી સ્કૂલના ધોરણ-૬ના વિદ્યાર્થી જય સુરેશભાઈ રાઠોડે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને કુલ ૬ રાઉન્ડમાં વિજય મેળવી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. નોંધનીય છે કે જય રાઠોડે સતત બીજા વર્ષે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જય રાઠોડની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો અને શાળા પરિવારે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.