ફૂલની પાંદડીઓ અને લીલાંતૃણ પર ઝાકળ બિંદુઓ ચમકતાં હતાં .મોટાં મોટાં તરુવરો ધુમ્મસની ચાદર ઓઢી શિતળ પવનમાં ઠુંઠવાઇ ધ્રુજતાં હતા.
શિયાળાનો રુપેરી તડકો વૃક્ષોનાં ઝૂંડમાંથી ચળાઇને ઘાસના લહેરાતાં કોમળ પાંદડી પર વેરાયેલાં મોતીને ખોબલે ભરવા અધિર થયો હતો તે સમયે
આસ્ફાલ્ટની સડક પર ઝડપભેર આવતી એક જીપ ઘરઘરાટ કરતી નવાગામ નર્સરીમાં પ્રવેશી તેને જોતાં જ ત્યાં ઉપસ્થિત વનવિભાગનો સ્ટાફ એલર્ટ થઈ ગયો .નાયબ વન સંરક્ષક કુલદિપ ગોયલ જીપમાંથી ઉતરી સૌનું અભિવાદન ઝીલતા સીધા જ મંચ તરફ આગળ વધ્યા.તેઓ ખેડૂત શિબિર માટે ખાસ
નડીયાદથી આવ્યા હતા .
આ ખેડૂત શિબિરમાં નવાગામ, સુલતાનપુર,અલવા,મોટી ઝેર,ઝંડા,અંતિસર, વ્યાસવાસણા,ઘડીયા ,નીરમાલી ,લાલપુર વિગેરે ગામોના ખેડૂત અગ્રણીઓ,
સરપંચો ઉપસ્થિત હતા.તો સામે મંચ પર તાલુકા પંચાયત પ્રમુખ, આયુર્વેદીક ડાક્ટર,જાણીતા વકીલ અને વન વિભાગના અધિકારીઓ બિરાજમાન હતા.
સૌ પ્રથમ નવાગામ પ્રાથમિક શાળાના શિક્ષક સુગીત સોની અને વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને વન ગીત “ હરિયાળું ગુજરાત જેની વન સૃષ્ટિ અપરંપાર …ની જોરદાર રજૂઆત કરી .તે,પછી આર.એફ.ઓ .ભોગીભાઇ પટેલ અને વી.બી .શાહે ખેડૂતો માટેની સરકારી યોજનાઓનો સવિસ્તર ખ્યાલ આપ્યો.તેમજ
વધુમા વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર માટેની કાળજી તેમજ ગ્રામ વન,ખેડૂત નર્સરી,શાળા નર્સરી,મહિલા નર્સરી તેમજ શેઢે પાળે વૃક્ષ ઉછેર અને તેના
ફાયદાઓની વાત કરી .આયુર્વેદીક ડાક્ટર શાહે
વૃક્ષો અને છોડના પાન,ફૂલ, બીજ ,છાલ ,મૂળની ઔષધીઓ તરીકે ઉપયોગિતાની સમજ આપી.
તા પ.પ્રમુખે વધુ વૃક્ષો વાવવાની ઝૂંબેશ ઉપાડવા અનુરોધ કર્યો. જ્યારે અધ્યક્ષસ્થાને પધારેલા ના,વ.સ.કુલદીપ ગોયલે વૃક્ષનું મહત્વ, ફાયદા,પર્યાવરણમાં સ્થાન, એક
વૃક્ષની કિંમતની વાત કરી. મેં જરા જુદી રીતે મારી વાત કરી જે ખેડૂતો અને ગ્રામ્યજનોને સ્પર્શી ગઈ. વૃક્ષ વાવેતર સાથે બિન ઉપયોગી,સુકાં,નડતર રૂપ અને મોટાં થઈ ગયેલ ઝાડને કાપવાની પરવાનગી કોણ આપી શકે .ક્યા વૃક્ષો રિઝર્વ છે.ક્યા
વૃક્ષોને કાયદામાં બાકાત રખાયાં.છે.તેની વાત કરી સાથે
વૃક્ષ વાવેતર કઇ રીતે ખેડૂતને સારા માઠા પ્રસંગે ફિક્સ ડિપોઝિટનું કામ કરે છે તે અને વૃક્ષોની ખેતીની પધ્ધતિની વાત મુકી જેના ખૂબ સારા પ્રતિભાવ મળ્યા જેણે મારા ઉત્સાહને વધાર્યો.
આમ ખેડૂતશિબિરની પ્રથમ બેઠકપૂર્ણ થઈ. સૌએ અલ્પાહારને ન્યાય આપ્યો. હવે પછીની બીજી બેઠક પણ ઘણી અગત્યની હતી.જેમાં જુદા જુદા વૃક્ષના
બીજની ઓળખ, કઇ ઋતુમાં મલે,તેની ટ્રીટમેન્ટ, ઉછેર માટેની પધ્ધતિ,રાખવાની થતી કાળજી ,પ્લસ ટ્રીની ઓળખ જેવી મહત્વની બાબતોની વિગતે વાતો થઈ.ઉત્સાહી ખેડૂતોએ તેમના મનમાં રહેલ મુંઝવણ અને ઉપસ્થિત પ્રશ્નો રજૂ કરતાં તેના ઉકેલ આપવામાં આવ્યા.તે પછી બળતણ અને ઘાસચારો આપતાં
વૃક્ષો,ઇમારતી અને શોભાના વૃક્ષોની વાતો થઈ. ટૂંકા સમયગાળામાં સારું ઉત્પાદન આપતાં .વૃક્ષો અને ફળાઉ તેમજ ઔષધીઓમાં વપરાતાં વૃક્ષોનું વાવેતર કરી સારી આવક કઇ રીતે મેળવી શકાય તે વિગતે સમજાવવામાં આવ્યું.
તે પછી જુદા જુદા વૃક્ષોના રોપાઓનું ખેડૂતો,શાળાના બાળકો ,ગ્રામ્ય આગેવાનો,શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ્‌ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું .વૃક્ષોના છોડને વાવેતર પછી ગોડ કામ,ખાતર, દવા ,રક્ષણ માટે વાડોલીયાં ,પ્રુનિંગ જેવી મહત્વની બાબતોનું પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવવામાં આવ્યું.તે પછી નજીકમાં આવેલ આદર્શ ખેડૂત રમણભાઈ પટેલના ખેતરમાં કરવામાં આવેલ નીલગીરીનું વાવેતર અને ગામની ફાજલ જમીનમાં ગ્રામ વનની મુલાકાત પણ ગોઠવવામાં આવેલ તેમજ પર્યાવરણની જાળવણી માટે તેમજ બળતણની બચત માટે સ્મશાન સગડી ,નિર્ધુમ ચુલા, ગોબર ગેસ ,સૂર્ય કુકરની યોજનાઓ અને તેનો લાભ કઇ રીતે મેળવી શકાય તેની સમજ આપવામાં આવી તેમજ ખેડૂતોને જરૂરિયાત મુજબ બીજ,રોપાઓ સાથે માર્ગદર્શન મળે તેવું છાપેલું સાહિત્ય પણ આપવામાં આવ્યું જેનાથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠયા.
આ રીતે ખેડૂત શિબિર સફળતા પૂર્વક પૂર્ણ થઈ. બધા વિખરાયા.જતાં જતાં કુલદિપ ગોયલ સાહેબે મને કપડવંજ રેસ્ટ હાઉસ ખાતે મળવાનું કહ્યું. તેમની જીપ ચાલતી થઈ. સ્ટાફના મિત્રો સાથે શિબિર દરમિયાન થયેલ પ્રવૃતિઓ અને તેના સફળ સંચાલન અંગે ચર્ચાઓ ચાલતી હતી .મેં કહ્યું “મિત્રો, મારે નીકળવું
પડશે .”કહી મોટરસાયકલને કીક મારી રેસ્ટ હાઉસ આવ્યો.
“મે આઇ કમીંગ સર”
“ અરે આવો આવો…મને સામે પડેલ ખુરશીમાં બેસવા ઇશારો કર્યો.
“ થેંકસ સર”
“કોફી મંગાવી છે ,આવે ત્યાં સુધી વાત કરીએ અને સાથે કોફી પીશુ “
જી,સર”
“ આજે શિબિમાં રજુ કરેલી કવિતાઓ તમે
લખી છે ?”
‘જી,સર”
“ આવી કેટલી કવિતાઓ છે “
“ પચાસ જેટલી છે’ મે કહ્યુ
“ તેની ફાઇલ કરી ઓફિશીયલ મને મોકલો “
“જી, સર.
આટલી વાત થઈ તે દરમિયાન કોફી આવી જતાં તેને
આભાર – નિહારીકા રવિયા ન્યાય આપ્યો .અને રજા લઈ બહાર નીકળ્યો. સ્ટાફના કેટલાક મિત્રો બહાર ઉભા હતા .તેમણે પુછયું શું
વાત છે.
મેં બધી વાત કરી તો વિહાભાઇ બોલી ઉઠયા .”આ તો સારી વાત કહેવાય બાકી જંગલ ખાતાના અધિકારીઓ ખખડાવવા અને મેમો આપવા સિવાય બોલાવે જ નહી. તો દવેજી બોલી ઉઠયા “કોફી પીવાની તો વાત જ જવા દો .સામે ઉભા જ રાખે બેસવાનું પણ ન કહે નહી.”
અમારે વાતો ચાલતી હતી તે દરમિયાન જીપ પસાર થઇ અને નડીયાદને માર્ગે દોડવા લાગી .