પળ પળ સરકતી સમયની રેત સાથે સાત વર્ષ કયાં પસાર થઈ ગયાં તેની ખબર જ ન પડી.વન વિભાગની ડાકોર રેંજમાંથી સ્થળાંતર થઈ કપડવંજ
વિસ્તરણની ઉત્તર રેંજમાં જવાનો આદેશ આવ્યો ત્યારે જરા આંચકો જરુર લાગ્યો .
પરંતુ પછી એ હકીકત સામે આવી કે સરકારી સેવામાં આ બહુ સ્વાભાવિક છે .
ખેડા જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ કપડવંજ સૌથી મોટો તાલુકો છે તેથી બે રેંજો છે .અહીં હવામાન સુકું , ચરોતર કરતાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું અને જમીન રેતાળ છે.મહોર નદીને કિનારે આવેલ કપડવંજ એક ઐતિહાસિક શહેર છે પહેલાં તે કર્પટવાણીજય તરીકે ઓળખાતું હતું. અપગ્રેડ અપભ્રન્શ થઈ તે કપડવંજ તરીકે .ઓળખાવા લાગ્યુ. અહીંની કુંડ વાવ ,તોરણ અને બત્રીસ કોઠાની વાવ સિધ્ધરાજના સમયની છે વોરવાડ, નાના મોટા નાગરવાડામાં આવેલ જુના મકાનો કાષ્ટકલાના ઉત્તમ નમુના રૂપ છે. .
કપડવંજ તાલુકામાં ઉત્તર ભાગમાં ઘડીયા માતાજીનું યાત્રાધામ છે અને વાત્રક નદીને કાંઠે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર,કેદારનાથ મંદિર અને નજીકમાં ઝાંઝરી પ્રવાસન ધામ તરીકે ખ્યાત છે અહીં પણ મારે વન વિભાગની રેંજ કચેરી શોધવામાં જહેમત ઉઠાવવી પડી હતી .કારણ કે તે ભાડાના જર્જરીત મકાનમાં બજાર વચ્ચે છતાં ખૂણામાં પહેલા માળે હતી.ઓફિસ સમય પહેલા હાજર થવાનું હોઇ હું વહેલો નીકળ્યો હતો કચેરીના સમયે રેંજ ક્લાર્ક ઇદરીશ મલેક સિવાય કોઇ હતું નહીં. હાજર રિપોર્ટ આપી નર્સરી તરફ જવાનો ઇરાદો કર્યો .કપડવંજથી ઉત્કંઠેશ્વર મહાદેવ જવાના માર્ગ પર મહોર નદીનો પુલ વટાવી આગળ વધતાં ડાબી તરફ નવા ગામ ખાતે નર્સરી આવેલ હતી .તેમાં ખાતાકીય યોજનાઓ અને વન મહોત્સવના રોપાઓ ઉછેરવામાં આવ્યા હતા. રસ્તે આવતા લાકડાના ભરેલ ટ્રેકટરો , ઊંટગાડીઓ સામે મળતી હતી .એકાદ ટ્રક પણ જોવામાં આવી અહીં આટલા બધાં વૃક્ષો બે રોકટોક કપાઇને ઠલવાતાં જોઈ ઘડીભર નવાઇ લાગી .ડાકોરમાં આ પ્રમાણ ખૂબ ઓછું હતું .
બપોર પછી સ્ટાફના ફોરેસ્ટરો અને બે ગાર્ડ મળ્યા .રેંજની કામગીરી અંગે ચર્ચા કરવા ને બદલે ટ્રેક્ટરેના ઉઘરાવેલ રિપયરની વાતો થતી હતી .રેંજ અધિકારો ડિવિઝન કચેરીએ ગયા હોવાનું જાણવા મલ્યુ… સાંજે અંતિસર દરવાજાથી જરા આગળ ગયો હોઇશ ત્યાં લાકડાં ભરેલું એક ટ્રેક્ટર મલ્યું તેને રોકી પુછપરછ હાથ ધરી તેની પાસે મંજુરીના કોઈ કાગળો કે દસ્તાવેજો ન હતા .મેં સાધનિક કાગળો બનાવવા લાગતાં .સાથે રહેલ લાકડાના વેપારીએ મને એક તરફ આવી વાત કરવા અને પતાવટ કરવા જણાવ્યુ .હું તેની સાથે સંમત ન થતાં તેણે સો મીલ માલીકને બોલાવવા પ્રયાસ કર્યો. જો કે કોઈ આવ્યું નહી ટ્રેક્ટર લાકડાં સહીત નવાગામ નર્સરી ખાતે મુકાવ્યું.પ્રથમ ગુન્હા રિપોર્ટ ભરી રેંજ કચેરી એ આપ્યો .મુદ્દામાલની પાવતી સહિત સાધનિક કાગળો તૈયાર કર્યા. તપાસણી રિપોર્ટ ભરી રૅંજ કચેરીએ આપવા ગયો ત્યારે પરિક્ષેત્ર વન અધિકારી હાજર હતાં .તેમની સામે ખુરશીમાં બે વ્યકિતઓ બેઠા હતા.તેમાં એક જેનું ટ્રેક્ટર પકડાયું હતું તે લાકડાનો વેપારી હતો મને જોતાં તે ઉભો થઈ ગયો .જ્યારે બીજાનો પરિચય મને રેંજ અધિકારીએ કરાવ્યો .તે સો- મીલ એસોસિએશનના પ્રમુખ કેશા રાજા રામ હતા.તે મારી સામે હસ્યા અને હાથ લંબાવી હસ્તધૂનન કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મે સામે હાથ નહી લંબાવતા તે ઓઝપાઇ ગયા . પરિક્ષેત્ર વન અધિકારા્‌એ સૂચક નજરે મારી સામે જોયું . પેલા બન્ને વ્યકિત ઓ ઉભા થઈ ચાલવા લાગ્યા. થોડીવારમાં રેંજ કચેરીનો ફોન સતત રણકવા લાગ્યો
“ હવે શું કરી શું ?”
“ ગાર્ડ સાથે આ તૈયાર ગુન્હાકામના કાગળો ડિવિઝન કચેરીએ મોકલી .આપણે અહીંથી નીકળી જઈએ. ‘મેં કહ્યુ. “ સારું” અમે બન્ને નીકળી ગયા .
પડછાયા લાંબા થવા લાગ્યા હતા સુરજ સંધ્યાને મળવા અધિરો થયો હતો .
બીજા દિવસે સવારના સ્થાનિક અખબારોના પહેલા પાને અને મોટાં અખબારોની સ્થાનીક પૂર્તિઓમાં મોટા હેડિંગ સાથે સમાચારો છપાયા હતા.
“ જંગલ ખાતાના અધિકારીઓથી ખેડૂતો પરેશાન “
“ટ્રેક્ટર રોકી પૈસા ઉઘરાવતા અધિકારીઓથી પ્રજા પરેશાન “
“ આ કેવું છે? “ ખોટું થાય ત્યાં કોઈ બુમ પાડતું નથી .
“ વાત તો સાચી છે.લોકોને પ્રમાણિકતા કરતાં પોતાના ફાયદામાં રસ છે.”
ચોરે ને ચૌટે વાત ચર્ચાઈ રહી હતી ..નવો મુલ્લો નવ વખત નમાજ પઢે, નવા અધિકારીનું પણ એવું જ .હપ્તા બંધાઇ જશે એટલે ‘તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ .પછી છાપાંવાળા પણ બખાળા કરતા બંધ થઈ જશે .ઘીના ઠામમાં ઘી પડી જશે.
પરિક્ષેત્ર વન અધિકારી બી. બી. પટેલ વિહવળ થઈ ગયા હતા..મેં તેમને હૈયાધારણ આપી . કપડવંજથી ત્રણ જીપો ભરીને કાર્યકરો અને કહેવાતા ખેડૂત આગેવાનોને લઇ મુખ્યમંત્રી તેમજ વનમંત્રી સમક્ષ આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી “જવાબદાર અધિકારીઓ સામે પગલાં લો , સજા કરો, બદલી કરો .
મારી પાસે આવી સ્ટાફના માણસોએ મને બીવડાવવાનો પ્રયાસ કર્યો “સાહેબ ધ્યાન રાખજો આ લોકો ઘણા ખતરનાક
છે.તમારા માટે હવે એકલા નીકળવામાં જોખમ છે. મેં કહયુ “ એ તો પડશે એવા દેવાશે .જો મેં કંઈ ખોટું કર્યું જ નથી તો ડરવાની શું જરુર છે.”
ઘણા પ્રયત્ન છતાં બે મહિના ટ્રેક્ટર નર્સરા્‌માં પડયું રહ્યુ. છેવટે દંડ પેટે ડિપોઝિટની પચ્ચીસ હજારની રકમ ભરતાં ટ્રેક્ટર છુટું થયેલ -.પણ પછી એક દિવસ એવો આવ્યો કે આખા જંગલ ખાતામાં ખળભળાટ મચી ગયો .