એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નિવેદન આપતી વખતે એલોન મસ્ક પર ટિપ્પણી કરી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ઓવૈસીની પ્રશંસા કરતા કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી ક્યારેક ભારતના રાષ્ટ્રીય હિતને લગતા મુદ્દાઓ પર સમજદારીપૂર્વક બોલે છે, જાકે અમે તેમની કટ્ટરપંથી મુસ્લિમ-કેન્દ્રિત નીતિઓનો વિરોધ કરીએ છીએ. જા કેટલાક વિપક્ષી નેતાઓ અમારી વાત સાંભળવા માંગતા નથી, તો તેમણે ઓવૈસી પાસેથી શીખવું જાઈએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે “ભારત વિરોધી ગેંગ” કોણ છે.
એલોન મસ્કના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “કોઈ પણ ગોરો માણસ આપણને આદેશ આપી શકે નહીં. મારા નરેન્દ્ર મોદી સાથે ૧૦૦ મતભેદ હોઈ શકે છે, પરંતુ હું મારા દેશ અને બંધારણીય પદનું અપમાન સહન કરીશ નહીં. આપણી પાસે દુનિયાનો સૌથી સસ્તો ડેટા છે.” નોંધનીય છે કે લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ક્યારેય પીએમ મોદીનો વિરોધ કરવામાં સંકોચ કર્યો નથી. પરંતુ જ્યારે એલોન મસ્કે રાજકીય અને વ્યવસાયિક નિર્ણયો પર ભારતની સત્તા પર સવાલ ઉઠાવ્યા, ત્યારે ઓવૈસીએ સરકારનો વિરોધ કરવા અને દેશમાં વિદેશી ઉદ્યોગપતિને શરતો નક્કી કરવાની મંજૂરી આપવા વચ્ચેનો તફાવત સમજાવ્યો. ઓવૈસીનું આ વલણ રાહુલ ગાંધી કરતા સંપૂર્ણપણે અલગ હતું. મસ્કના આરોપો બાદ, ભાજપે રાહુલ ગાંધીની પોસ્ટ પર હુમલો કર્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સ્પેસએક્સના માલિક અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ પર સવાલ ઉઠાવ્યા.
મસ્કે પોતાની એક પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સ્ટારલિંકને ૧૬૫ થી વધુ દેશોમાં લાઇસન્સ આપવામાં આવ્યું છે અને કંપનીએ ભારત સરકારની દરેક કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં પાંચ વર્ષ વિતાવ્યા છે. આમ છતાં, હજુ પણ લાઇસન્સ કેમ નકારવામાં આવી રહ્યું છે? મસ્કે પોતાની પોસ્ટમાં કટાક્ષમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું અંબાણી ભારતના વાસ્તવિક બોસ હતા. જા કે, તેમણે કોઈ વ્યક્તિ કે કંપની પર સીધો આરોપ લગાવવા માટે કોઈ જાહેર પુરાવા આપ્યા ન હતા. કેન્દ્ર સરકારે ભારતમાં સ્ટારલિંક અંગે મસ્કના આરોપોને અગાઉ ફગાવી દીધા બાદ આ ટિપ્પણી આવી હતી.