થોડા દિવસોમાં યુએસ દ્વારા ભારતીય જહાજ પર આ ત્રીજા હુમલો છે. યુએસએ ઓમાન બંદર નજીક ભારતીય ક્રૂ સાથેના વેપારી જહાજને નિશાન બનાવ્યું છે.એફએસયુઆઇ અનુસાર, ગુરુવારે ઓમાનના દરિયાકાંઠે ભારત સાથે જાડાયેલા અન્ય એક જહાજ,એમટી જલવીર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર છે. અત્રે જણાવવાનું કે તે પહેલા એમટી સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવી લેવાયા પરંતુ ૩ લોકોના જીવ ગયા.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે પણ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાથી વાકેફ છે અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે ઓમાનના શિનાસ બંદર નજીક એક જહાજ સાથે જાડાયેલી ઘટના વિશે અમને જાણ થઈ છે. અમે પરિÂસ્થતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વધુ માહિતી માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ.”
ઘણા અહેવાલોમાં આ જહાજને એમટી જલવીર તરીકે ઓળખવામાં આવ્યું છે. જાકે, અધિકારીઓએ હજુ સુધી ઘટનાની પ્રકૃતિ, નુકસાનની માત્રા અથવા કોઈ જાનહાનિ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી. છેલ્લા ત્રણ દિવસમાં ઓમાન નજીક જહાજ સાથે જાડાયેલી આ ત્રીજી ઘટના છે.
દરિયાઈ સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના ૮ જૂને એમટી મેરિવેક્સ સાથે બની હતી, જ્યારે શંકાસ્પદ હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી હતી. તેમાં સવાર તમામ ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી ઘટના ૧૦ જૂને બની હતી, જ્યારે ઓમાનના અખાતમાં ટેન્કર એમટી સેટેબેલો પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજમાં ૨૪ ભારતીય ક્રૂ સભ્યો હતા. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલના જણાવ્યા અનુસાર, ૨૧ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતમાં ગુમ થયેલા ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ બાદમાં કરવામાં આવી હતી.
નવી દિલ્હીએ સેટેબેલો પરના હુમલા અંગે કડક રાજદ્વારી પ્રતિક્રિયા આપી. ભારતે દેશના સૌથી વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરી અને બોર્ડ પર સવાર ભારતીય નાગરિકોની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી.
અમેરિકાએ પાછળથી જણાવ્યું કે તેના દળોએ ટેન્કર પર “ચોકસાઇ” હુમલો કર્યો કારણ કે તેણે કથિત રીતે અમેરિકન લશ્કરી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ કાર્યવાહી ઈરાની તેલ શિપમેન્ટને લક્ષ્ય બનાવીને ચાલી રહેલા દરિયાઈ ઓપરેશનનો એક ભાગ હતી.










































