ઉનામાં તાલુકા પંચાયત અને નગરપાલિકાએ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ સફાઈ અભિયાન યોજ્યું હતું. ‘એક દિવસ, એક કલાક સ્વચ્છતા માટે એકસાથે’ના સંદેશ સાથે શહેરના હીરા તળાવ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ કરાઈ હતી. આ અભિયાનમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જોડાયા હતા. તેમની સાથે નગરસેવક પપ્પુભાઈ સોમજાણી, શહેર ભાજપ મહામંત્રી કિરીટભાઈ વાજા, કાંતિભાઈ છગ, હરેશભાઈ જોશી, રસિકભાઈ ચાવડા, હિતેશભાઈ જોશી, સુનિલભાઈ મૂલચંદાણી સહિત ભાજપના આગેવાનો, નગરસેવકો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.





































