કોંગોમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. કોંગો સેનાએ શુક્રવારે આ અકસ્માતની જાહેરાત કરી હતી. સેનાના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બો કટાલાઈ ટિએન્ડે અને લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ટિએન્ડે લશ્કરી અદાલતના વડા હતા, જ્યારે લિકુલિયા સશ† દળોના ઓડિટર જનરલ તરીકે સેવા આપી હતી.
કોંગો સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી અકેંગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બે જનરલ અધિકારીઓ ઉપરાંત, પ્રતિનિધિમંડળના ૧૨ સભ્યો અને વિમાન ક્રૂ પણ અકસ્માતમાં માર્યા ગયા હતા.”સેનાના નિવેદન અનુસાર, બોર્ડ પર સવાર કોઈ પણ બચી શક્યું નથી.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન દક્ષિણપશ્ચિમ કોંગોના કિકવિટ શહેરથી રાજધાની કિન્શાસા પરત ફરી રહ્યું હતું. તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને કેંગે વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં સવાર બધાના મોત થયા હતા. સેનાના પ્રવક્તા એફોમી અકેંગેએ જણાવ્યું હતું કે ક્રેશનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કોંગોના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના બોર્ડના અધ્યક્ષ ટ્રાયફોન કિન-કી મુલુમ્બાએ પણ જણાવ્યું હતું કે ક્રેશનું કારણ હાલમાં અસ્પષ્ટ છે.
આ વિમાન દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે કોંગો પહેલાથી જ ગંભીર સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશની સેના અસંખ્ય સશ† અને બળવાખોર જૂથો સામે લડી રહી છે. દેશના પૂર્વ ભાગમાં પરિસ્થિતિ ખાસ કરીને પડકારજનક રહે છે, જ્યાં ઘણા બળવાખોર જૂથો સક્રિય છે. આમાં સૌથી અગ્રણી રવાન્ડા સમર્થિત સ્૨૩ બળવાખોર જૂથ છે. સ્૨૩ એ છેલ્લા એક વર્ષમાં શ્રેણીબદ્ધ મોટા હુમલાઓ શરૂ કર્યા છે, જેમાં પૂર્વી કોંગોના ઘણા મુખ્ય શહેરો કબજે કર્યા છે. તમને જણાવી દઈએ કે આ હુમલાઓ પછી આ વિસ્તારમાં સુરક્ષા પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.