જિલ્લા અદાલતે ખાદુર સાહિબના સાંસદ અને “વારિસ પંજાબ દે” ના નેતા અમૃતપાલ સિંહને ૧૦ મિનિટ માટે વીડિયો કોલ દ્વારા તેમની બીમાર દાદી સાથે વાત કરવાની પરવાનગી આપી છે. સિંહ હાલમાં આસામની દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે. અમૃતપાલના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે અમૃતપાલ સિંહના એડિશનલ સેશન્સ જજ બરિંદર સિંહે આ આદેશ આપ્યો હતો. અમૃતપાલ સિંહના વકીલોએ તેમની દાદીની બીમારીનો હવાલો આપીને તેમની બીમાર દાદી સાથે વીડિયો કોલ દ્વારા વાત કરવાની પરવાનગી માંગતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અમૃતપાલના વકીલોએ કોર્ટમાં તેમની બીમાર દાદી સાથે વાત કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. અરજીમાં પરિવારના સંજાગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમૃતપાલ જેલમાં હોવાથી તેમની દાદીને જાઈ શકતા નથી.
વકીલોએ કોર્ટને કહ્યું હતું કે અમૃતપાલ સિંહને ઓછામાં ઓછા વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરવાની મંજૂરી આપવી જાઈએ. અમૃતપાલ સિંહની દાદી વૃદ્ધ છે અને તાજેતરમાં ગંભીર બીમારીને કારણે હૉસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ, અમૃતપાલ સિંહ બુધવારથી શરૂ થતા આગામી પાંચ દિવસમાં એકવાર ૧૦ મિનિટ માટે વીડિયો કોલ દ્વારા તેમની દાદીની તબિયત પૂછી શકશે.
અમૃતપાલ સિંહ અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખેરા ગામના રહેવાસી છે. તેઓ ૨૦૨૨માં દુબઈથી પંજાબ પાછા ફર્યા અને ત્યારબાદ “વારિસ પંજાબ દે” નામની સંસ્થાની સ્થાપના કરી.
કડક રાષ્ટÙીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લીધા બાદ અમૃતપાલ એપ્રિલ ૨૦૨૩ થી દિબ્રુગઢ જેલમાં અટકાયતમાં છે. માર્ચ ૨૦૨૩ માં, પંજાબ પોલીસે અમૃતપાલ અને તેમના નવ સાથીઓની ધરપકડ કરી.
ત્યારબાદ તેમને એનએસએ હેઠળ દિબ્રુગઢ જેલમાં ખસેડવામાં આવ્યા. અમૃતપાલ પર ખાલિસ્તાનને ટેકો આપવા, રાજ્ય વિરુદ્ધ યુદ્ધ ઉશ્કેરવા અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાના આરોપો છે. તે ‘વારિસ પંજાબ દે’ સંગઠનનો વડા છે અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ખદૂર સાહિબથી જીત્યો હતો




































