અમદાવાદમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા હવે પોલીસ અને કોર્પોરેશન દ્વારા રોડ એÂન્જનિયરિંગના આધારે ફેરફારો કરવાની તૈયારી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા સર્વેના આધારે ૩૫ સ્થળે ડિવાઇડરના કટ બંધ કરવા, ૬ સ્થળે નવા કટ ખોલવા, ૨૪ સ્થળે નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા અને ૩૩ સ્થળે બમ્પ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે શહેર પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાર રસ્તા, ડિવાઇડર કટ, સિગ્નલ, ઓવર સ્પીડિંગ અને રોડ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ભૌગોલિક નકશા તપાસો
ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેટલાક ચાર રસ્તા અને ડિવાઇડર કટ એવા હોવાનું સામે આવ્યું છે, જ્યાં વાહનોના ક્રોસિંગને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડે છે. આવા સ્થળોએ ૩૫ કટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. કટ બંધ થયા બાદ વાહનોને આગળના નિયત કટ અથવા જંકશન પરથી પસાર કરવામાં આવશે. તેનો હેતુ રોડ પર વાહનોની અવરજવર સતત જાળવી રાખવાનો અને ચાર રસ્તા પર થતી અનાવશ્યક ભીડ ઘટાડવાનો છે.
ટ્રાફિક વ્યવસ્થામાં જ્યાં કટ જરૂરી હોવાનું જણાયું છે, ત્યાં નવા કટ ખોલવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ માટે કુલ ૬ સ્થળો સૂચવવામાં આવ્યા છે. આ સ્થળોમાં હનુમાનપુરા ગલી કટ, એસ.જી. હાઇવે પર મકરબા ગામ તરફ જતો કટ, નાઝ એન્ટરપ્રાઇઝ, અર્શ એન્ટરપ્રાઇઝ, પ્રિન્સ ચશ્મા ઘર તથા સ્ટાર વે બ્રિજ સામેના સ્થળનો સમાવેશ થાય છે.શહેરમાં કેટલાક ત્રણ રસ્તા અને ચાર રસ્તા એવા છે, જ્યાં વાહનોની અવરજવર વધુ હોવા છતાં ટ્રાફિક સિગ્નલની સુવિધા નથી. આવા સ્થળોએ ૨૪ નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા માટેનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. સૂચિત સ્થળોમાં વૈષ્ણોદેવી સર્કલ, સનાથલ સર્કલ, ઉજાલા સર્કલ, પ્રહલાદનગર, રામોલ ચોકી ચાર રસ્તા, ગામડી ચાર રસ્તા, જ્ઞાનશક્તિ સર્કલ, તાજ હોટલ ચાર રસ્તા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. પીરાણા બ્રિજ અને કોઝી હોટલ પાસેના સિગ્નલ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લગાવવાની દરખાસ્ત છે.
વાહનોની વધુ ઝડપના કારણે અકસ્માતની શક્યતા રહેતા વિવિધ રોડ પર બમ્પ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. કુલ ૩૩ સ્થળે બમ્પ બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.ન્યુ સાયન્સ સિટી રોડ, નીલગીરી સર્કલ, સિંધુભવન રોડ, કારગીલ પાસેના નવા કેપ્સ્યુલ કર્વ, હેબતપુર, ૧૩૨ ફૂટ રિંગ રોડ, આંબલી, અર્બન ચોક, એસ.પી. રિંગ રોડ, ઇસ્કોન કટ, ઇન્દ્રપ્રસ્થ કટ, વેજલપુર, ગાંધી આશ્રમ-ગૌશાળા રોડ, ચાંદખેડા ચાર રસ્તા અને મેમ્કો-ઈંટવાડા સર્કલ સહિતના સ્થળોનો તેમાં સમાવેશ થાય છે.








































