ગુજરાતમાં મોટાપાયે કથિત બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદ અનુસાર, ભારતીય નેશનલ જનતા દળ અને નેટવર્કમાં સામેલ તેના ચાર હોદ્દેદારો મારફતે ૧,૧૪૩ કરોડથી વધુનું કથિત પોલિટિકલ ડોનેશન ફેરવવામાં આવ્યું હતું અને બાદમાં કમિશન કાપીને રોકડ સ્વરૂપે દાતાઓને પરત કરવામાં આવ્યું હતું.સિટી ગાઇડ મેળવો અમદાવાદ સ્થિત ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, યુનિટ ૨(૧)ના ડા. રાજેન્દ્ર રાજ જેહરા રામ દ્વારા ૨૩ સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી આ ફરિયાદમાં બીએનજેડીના પ્રમુખ સુરેન્દ્રકુમાર વિઠ્ઠલભાઈ ગજેરા, જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, ટ્રેઝરર રોનકસિંહ ચાવડા અને સીએ-ઓડિટર આદિલ સૈયદને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદ મુજબ, ૧૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગરના સેક્ટર ૧૧ Âસ્થત મેઘમલ્હાર કોમ્પ્લેક્સમાં આવેલી બીએનજેડીની ઓફિસ તેમજ પાર્ટીના હોદ્દેદારોના નિવાસસ્થાને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૧૩૨ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસમાં કથિત રીતે એક એવી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી કે જેની હેઠળ કરદાતાઓની દાતા તરીકે ઓળખ કરાવવામાં આવતી હતી અને બેંકિંગ ચેનલો દ્વારા બીએનજેડીના ખાતામાં કથિત પોલિટિકલ ડોનેશન તરીકે રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ દાતાઓને બોગસ દાનની પહોંચ આપવામાં આવતી હતી જેથી તેઓ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૮૦ જીજીબી અને ૮૦ જીજીસી હેઠળ કર મુÂક્તનો દાવો કરી શકે.
આઇટી વિભાગે એવો આરોપ લગાવ્યો છે કે, ત્યારબાદ આ નાણાં પક્ષના ખાતાઓમાંથી કાજલ એન્ટરપ્રાઇઝિસ અને પરમાર એસોસિએટ્સ સહિતની પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં અનાજ, કઠોળ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી દર્શાવતા બનાવટી ઇન્વાઇસ અને બિલ દ્વારા આ વ્યવહારો બતાવવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ પેઢીઓના ખાતાઓમાંથી ૨% થી ૧૦%ની વચ્ચેનું કમિશન કાપ્યા બાદ રોકડ રકમ ઉપાડી લેવામાં આવતી હતી. બાકીની રકમ આંગડિયા ચેનલો અથવા હવાલા નેટવર્ક દ્વારા મૂળ દાતાઓને કથિત રીતે પરત કરવામાં આવતી હતી.
આઇટી વિભાગે આરોપ લગાવ્યો છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ વચ્ચે, આ પક્ષે આવી કથિત વ્યવસ્થા દ્વારા ૫૬,૨૩૮ દાતાઓ પાસેથી ૧,૧૪૩.૮૫ કરોડથી વધુ રકમ મેળવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગનો અંદાજ છે કે આ કથિત વ્યવહારોના પરિણામે સરકારને અંદાજે ૩૪૩ કરોડનું સીધું ઇન્કમ-ટેક્સનું નુકસાન થયું છે, જેને ફરિયાદમાં મળેલા ડોનેશનના લગભગ ૩૦ ટકા તરીકે દર્શાવવામાં આવી છે.
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે, આરોપીઓએ ખોટા હિસાબી રેકોર્ડ્સ અને દસ્તાવેજા તૈયાર કર્યા હતા અને ચૂંટણી પંચને ફોર્મ ૨૪છમાં યોગદાન અહેવાલો સબમિટ કર્યા હતા, જેથી આ કથિત વ્યવહારોને અસલી તરીકે રજૂ કરી શકાય.
ફરિયાદમાં બીએનજેડી પ્રમુખ સુરેન્દ્રકુમાર ગજેરાને મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં આરોપ છે કે તેમણે કમિશનના દરો નક્કી કરવા અને મધ્યસ્થી પેઢીઓ તથા હવાલા ચેનલો દ્વારા રોકડ પરત કરવાની વ્યવસ્થા કરવા સહિત આ આખા નેટવર્કની દેખરેખ રાખી હતી. પક્ષના જનરલ સેક્રેટરી સોલંકી પર ગજેરા સાથે સંકલન કરવાનો અને કથિત બોગસ ડોનેશનની પહોંચ તૈયાર કરીને મોકલતા પહેલાં વોટ્સએપ દ્વારા દાતાઓની વિગતો મેળવવાનો આરોપ છે. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે, સર્ચ દરમિયાન રોનકસિંહ ચાવડાના પરિસરમાંથી આશરે ૨.૯૧ લાખ રસીદો મળી આવી હતી. તપાસકર્તાઓને અભિષેક શર્મા નામના મધ્યસ્થી સાથેની વોટ્સએપ ચેટ્સ પણ મળી આવી હોવાનું કહેવાય છે, જેમાં ૬ ટકા કમિશન કાપ્યા બાદ આંગડિયા ચેનલ દ્વારા નાણાં મોકલવાનો ઉલ્લેખ હતો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઓડિટર સૈયદ પર પક્ષના હિસાબોની કથિત રીતે ચકાસણી કર્યા વિના જ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાનો અને ડિજિટલી સાઇન કરવાનો આરોપ છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે તેમણે હિસાબો પ્રમાણિત કરતાં પહેલાં પક્ષની ઓફિસની મુલાકાત લીધી ન હતી કે તેના હોદ્દેદારોને મળ્યા પણ ન હતા. સમગ્ર મામલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદ બાદ વધુ તપાસ ચાલી રહી છે.







































