અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મોટેરા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાના ભાગરૂપે ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત બીજા દિવસે પણ ડિમોલિશન ચાલુ રહેતાં વિસ્તારમાં તંત્રની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.મોટેરા વિસ્તારમાં રોડને ૬૧ મીટર પહોળો કરવાની યોજના હેઠળ રસ્તાના માર્ગમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીનો હેતુ રસ્તાને પહોળો કરીને માર્ગ વ્યવસ્થા સુધારવાનો છે. કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે આ પ્રોજેક્ટને મહ¥વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ડિમોલિશન ઝુંબેશના પ્રથમ દિવસે તંત્ર દ્વારા આશરે ૧૧૪ બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બીજા દિવસે પણ કામગીરી અટક્યા વિના ચાલુ રાખવામાં આવી છે. રસ્તો પહોળો કરવામાં અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.સતત બીજા દિવસે ડિમોલિશન ચાલુ રહેતાં મોટેરા વિસ્તારમાં સ્થાનિક લોકોમાં આ કાર્યવાહી અંગે ચર્ચા જાવા મળી રહી છે. રોડ પહોળો કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ આગળ વધે તેવી શક્યતા છે. જાકે, કામગીરીનો વ્યાપ, અસરગ્રસ્ત બાંધકામોની સંખ્યા અને આગળની કાર્યવાહી અંગે વધુ વિગતો સત્તાવાર માહિતી મળ્યા બાદ સ્પષ્ટ થશે.