ધોરાજી ખાતે તા. ૧૨થી ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ‘ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી’ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપુર રોડ પર આવેલા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં યોજાયેલા મેળાનું આયોજન ધોરાજી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સહયોગથી કરાયું છે. મેળામાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, પ્રમુખ પાયલબેન ધોળકિયા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી સહિતના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનોએ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.








































