મગ: •ગુજરાત મગ ૧૦ (GM ૧૦ઃ સોરઠ મોતી): ખરીફ ઋતુમાં મગ ગુજરાત મગ ૧૦ (GM ૧૦ઃ સોરઠ મોતી) વહેલા (૬૫ દિવસ) પાકતી જાતનો વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. આ જાતના બીજ મધ્યમ કદના અને લીલા રંગના હોય છે. આ જાત MYMV, પાન કર્લ, એન્થ્રેકનોઝ અને પાવડરી માઇલ્ડ્‌યુ રોગો સામે પ્રતિરોધક છે.
આંબો: મધીયો
• આંબાના ઝાડ ખુબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે.
• આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.
• વધુ ઉપદ્રવમાં ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૨ મિ.લી. અથવા આલ્ફામેથ્રીન ૧૦ ઈસી ૨ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ૩ મિ.લી.અથવા ફેનોબુકાર્બ૫૦ ઈસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગફળીઃ (૧) બીજુ પિયત ૧૮થી ર૦ દિવસે, વાનસ્પતિક
વૃદ્ધિ પર અંકૂશ રાખવા, (૨)ત્રીજુ અને ચોથુ પિયત ૩૦ અને ૪૦ દિવસે, જમીનમાં સૂયા બેસતી વખતે (૩) મોલો/તડતડીયા/થ્રીપ્સનાં નિયંત્રણ માટે મગફળીના પાકમાં શરૂઆતના તબકકામાં મોલોમશી, તડતડીયા(જેસીડ), થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતો હોયછે. આના નિયંત્રણ કરવા માટે નીચેના પૈકી કોઈ પણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો;
૪. મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવેતો ર૦ થી૪પ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલછે. મગફળીના પાકને પ્રથમ ૪પ દિવસ નિંદામણ મુકત રાખવો ખૂબજ જરુરી છે. ટીકકા તથા ગેરુ રોગના નિયંત્રણ માટે ડાયથેન-એમ-૪પ, રપ ગ્રામ અથવા બાવીસ્ટીન પ ગ્રામ દવા વારા-ફરતી ૩૦, પ૦ અને ૭પ દિવસે ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા કલોરોથેલોનીલ રપ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ પ મિ.લિ. દવા ૧૦ લીટર પાણીમા છાંટવું.
રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજી: પાનકથીરી
• છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ વખતે ફેનાઝાકિવન ૧૦ ઈસી ૧૦ ઈસી ૧૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૨૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિ.લી. અથવા પ્રોપરગાઈડ ૫૭ ઈસી ૧૦ મિલી અથવા ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૦ મિ.લી. અથવા ઈટોકઝાઝોલ ૧૦ એસસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પપૈયાઃ
• થડનો કોહાવારો પપૈયાના પાકમાં જમીનની નિતારશકિત વધારવાથી થડનો કહોવારો (કોલર રોટ) રોગની તિવ્રતા ઘટે છે. પપૈયા અને તુવેરના પાકમાં છોડના થડ અને જમીન ભીંજાય તે રીતે કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)નું દ્રાવણ ડ્રેન્ચિંગ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
• ઉનાળુ મગફળી માં ૧૯-૧૯-૧૯ % ના-ફો-પો વાવેતર બાદ ૪પ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.
• ફળ ઉતારવા:  ફેરરોપણી પછી ૯-૧૦ મહિના પછી પપૈયાના ફળ પાકવાની શરૂઆત થાય છે અને ફળો ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે ત્યારે ફળ ઉતારવા માટે યોગ્ય ગણાય છે તેમજ ફળો ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવા. તૈયાર થયેલ ફળોને હાથથી ઉતારવા અને પેકીંગ કરતી વખતે નાના-મોટા નુકસાનવાળા તેમજ રોગિષ્ટ ફળોનું અલગ-અલગ વર્ગીકરણ કરવું. ફળોના પેકિંગ માટે વાંસના ટોપલા, પ્લાસ્ટિક ક્રેટમાં નીચે પરાળ,કાગળ અને પપૈયાના પાન પાથરી તેના પર ચોકકસ સંખ્યામાં ફળ ગોઠવી બજારમાં વેચાણ માટે મોકલવા. લાંબા અંતરે મોકલવા માટે દરેક પપૈયાના ફળને ન્યૂઝપેપરમાં વીટાળી ક્રેટમાં ગોઠવી વહન કરવાથી ફળને ખૂબ જ ઓછું નુકસાન થાય છે.
જમીનના ગુણધર્મો અને ખાતર વિકાસ વચ્ચેનો સંબંધઃ
૧. *જમીનનું  નીચે અથવા ઉપર જવું એટલે કે બેલેન્સમા નો રહેવું. (અમ્લીયતા / ક્ષારિયતા)*
જમીનનું  વધારે ઊંચું (ક્ષારીય) કે ઓછું (અમ્લીય) હોય તો ઘણા પોષકતત્વો બંધાઈ જાય છે (Lock-up થઈ જાય છે).
• ઉદાહરણઃ ક્ષારીય જમીનમાં Zn ઝીંક,Fe લોહ તત્વ, સ્હ મેંગનીઝ ઉપલબ્ધ નથી.
• અમ્લીય જમીનમાં Ca કેલ્શિયમ, Mg મેગ્નેશિયમ ઓછા થઈ જાય છે.
• એ માટે માઇક્રોન્યુટ્રિએન્ટ મિશ્રણ,ચેલેટેડ ખાતર, પાણીમાં દ્રાવ્ય ખાતર (WSF\વોટર સોલ્યુબલ ખાતર) ઉપયોગ કરવો.
• ૨.*CEC (Cation Exchange Capacity)*
• જમીનની પોષક તવ પકડી રાખવાની ક્ષમતા.
• રેતાળી જમીનમાં ઝ્રઈઝ્ર ઓછી પોષકતત્વો ઝડપથી ધોવાઈ જાય.
• એ માટે high analysis, અને *balanced fertilizer ખાતરો બનાવાયા જેથી પોષકતત્વો ઝડપથી ન ખોવાય.
• ૩. *EC (Electrical Conductivity)*
• જમીનમાં લવણિયતા વધી જાય તો પાકને પાણી-પોષકત¥વો શોષવામાં તકલીફ પડે.
• વધુ ખાતર વપરાશથી ઈઝ્ર વધે છે.
• balanced fertilizer, અલગ ગ્રેડના NPK (૧૦ઃ૨૬ઃ૨૬, ૧૯ઃ૧૯ઃ૧૯, ૦ઃ૫૨ઃ૩૪ વગેરે) વિકસાવાયા જેથી એક જ તત્વનું વધારે પ્રમાણ ન જાય.*
નિદામણ ઓછું કરવા માટે:
• નિંદણમુકત, શુધ્ધ અને પ્રમાણીત બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
• સંપૂર્ણ કોહવાયેલું છાણીયુ/કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવો
• પશુઓને નિંદણના બીજથી મુકત લીલો કે સુકો ચારો નાખવો.
• જાનવરોને નિંદણવાળા ચરીયાણ વિસ્તારમાંથી ખેતી લાયક વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા.
• જાનવરોને પાકટ નિંદણોવાળા વિસ્તારમાં ચરાવવા નહીં.
• ખેત ઓજારોને નિંદણોના બીજથી મુકત રાખવા અને ઉપયોગ કર્યા પછી સાફ કરવા.
• પિયતની નીકો, ઢાળીયા, પાળીયા, નહેર, ખેતરના ખુણાં, વાડ, શેઢા વગેરે નિંદણોથી મુકત રાખવા.
• ખળાની તથા તેની આજુબાજુની જગ્યા નિંદણમુકત રાખવી.
• ફેરરોપણી સમયે નિંદણોના છોડ કાળજીપૂર્વક દૂર કરવા.
• નિંદણોના બીજવાળી માટીનું બીજી ખેડાણવાળી જમીનમાં સ્થળાંતર કરવુ નહીં.
• નિંદણને બીજ બેસતાં પહેલાં કાપી કે બાળી નાખવા.
નીંદણનાશક દવા છાંટતી વખતે શું કાળજી રાખવી ?
• દવા ખરીદતી વખતે તેની અવધી (એકસપાઈરી ડેઈટ)ની ચોકસાઈ કરી લેવી.
• ભલામણ કરેલ દવાનો જ જે તે પાકમાં ઉ૫યોગ કરવો.
• ભલામણ કરેલ સમયે જ અને તેટલી જ માત્રામાં દવાનો ઉ૫યોગ કરવો.
• વધુ ૫ડતો કે તોફાની ૫વન હોય ત્યારે છંટકાવ કરવો નહીં.
• એકસરખા છંટકાવ માટે ફલેટ ફેન અથવા ફલડ જેટ નોજલનો ઉ૫યોગ કરવો.
• દવા છાંટનારે હાથમાં મોજા કે અન્ય રક્ષણાત્મક વસ્ત્ર ૫હેરવા.
• નીંદણનાશક દવા માટે અલગ પં૫ રાખવો.
• સતત એક જ પ્રકારની દવાનો વારંવાર ઉ૫યોગ ન કરવો.
ખેતપેદાશોના વેચાણ માટે ધ્યાનમાં રાખવાના મુદાઃ
• ખેડુતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો  દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેચાણ કરવું જોઈએ.
• ખેડૂતોએ વધુ ભાવ મેળવવા ડાયરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધે સીધું વેચાણ) અપનાવવું જોઈએ. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ખેડૂત મંડી, , ખેતર નજીક પસાર થતા મુખ્ય ચાર રસ્તા પાસે સ્ટેન્ડ બનાવી, હોટલો, વગેરે ને વેચાણ કરવું જોઈએ.
• કરાર આધારિત ખેતી પધ્ધતી અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેચાણ કરવું જોઈએ.
• સરકારશ્રી દ્વારા હાલમાં ખેડૂત લાભાર્થે શરુ થયેલ છે જે ખેત પેદાશોના ખરીદ વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક મંચ છે તેની તાલીમ લઇ અને કાર્યપધ્ધતિ સમજાવી જોઈએ ખેડૂત મિત્રો ઘરે બેઠા સમગ્ર દેશના બજારનાં ભાવ જાણીને પારદર્શક રીતે ખેત પેદાશોનું વેચાણ કરી શકે છે. • નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામુહિક જથ્થામાં નજીકના બજારમાં વેચાણઅર્થે જવું જોઈએ જેથી વેચાણને લાગતો ખર્ચ પણ ઓછો કરી શકાય અને વધારે નફો મેળવી શકાય.