અડાજણના અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં વર્ષો જૂના હનુમાન મંદિરના વિવાદે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમની ટીમ પ્રચાર માટે નીકળી ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સૂત્રોચ્ચાર અને કાળા કપડાં સાથે વિરોધ કરી રહેલા રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટાહાથની મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું.
ગોરાટ હનુમાન મંદિર ચોક પર એક તરફ હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પ્રચાર માટે આવેલા નેતાઓને જાઈ લોકો ઉશ્કેરાયા હતા. સ્થાનિક રહીશોએ ‘ગો બેક’ના નારા લગાવી નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. લોકોનો આરોપ છે કે, “જ્યારે મંદિર જાખમમાં હતું ત્યારે આ નેતાઓ ક્યા હતા?”વિવાદ ત્યારે વધુ વણસ્યો જ્યારે એક ભાજપ કાર્યકર્તાએ વિરોધ કરી રહેલી મહિલાને જારદાર ધક્કો માર્યો, જે ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ છે. સ્થાનિક મહિલા અગ્રણી જેમીના પટેલે આક્ષેપ કર્યો હતો કેઃ
“અમે તેમને મંદિરમાં દર્શન કરવા દીધા, પણ પ્રચાર માટે સોસાયટીમાં ઘૂસતા અટકાવ્યા. ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ મહિલાઓ પર હુમલો કર્યો, નખ માર્યા અને ખેંચતાણ દરમિયાન કપડાં પણ ફાટી ગયા. ભક્તિના નામે વોટ માંગનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો છે.”
ગોરાટ વિસ્તારમાં અશાંતધારા હોવા છતાં નવી બની રહેલી બિલ્ડંગોમાં વિધર્મીઓને ફ્લેટ વેચવામાં આવતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ બાંધકામની દીવાલ વર્ષો જૂના હનુમાન મંદિરને અડીને હોવાથી શ્રદ્ધાળુઓમાં પાંચ વર્ષથી રોષ છે. તંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી ટાણે જનતાએ મેદાન પકડ્યું છે.
ઘટનાની ગંભીરતા જાતા રાંદેર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાએ જણાવ્યું હતું કે, તેમના પર અને કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં તેઓ પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલ સમગ્ર અડાજણમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે.










































