જન્મભૂમિ સાવરકુંડલા અને આણંદને કર્મભૂમિ બનાવનારી બહુમુખી પ્રતિભાશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા માટે સક્રિય ડા. કાજલ નિર્મલા ભરત રાવને બીજીવાર ગિનેસ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. તેમને રાષ્ટ્રીય મિશન હર ઘર તિરંગાને વેગ આપવા માટે કરાયેલા સનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવા માટે ગિનેસ વર્લ્ડ રોકોર્ડ મળ્યો છે. ઉન અને અંકોડી દ્વારા ર્ડા કાજલ નિર્મલા ભરત રાવ સાથે અન્ય દેશ વિદેશની ૩૩૦ મહિલાઓ જોડાઈ હતી અને તેમણે સાથે મળીને ૪૭,૫૦૦ રાષ્ટ્ર ધ્વજ બનાવ્યા હતા. તેનું પ્રદર્શન વિશાખાપટ્ટનમમાં સાત દિવસ સુધી યોજાયું હતું.