મહિલા એશિયા કપ ૨૦૨૬ ની બીજી મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને યુએઈ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, શ્રીલંકાએ યુએઈ ને ૯ વિકેટથી હરાવીને ટી ૨૦ ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો વિજય નોંધાવ્યો. પ્રથમ બેટિંગ કરતા,યુએઈ ટીમ ૧૯.૫ ઓવરમાં ૭૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, શ્રીલંકાની મહિલા ટીમે ૭.૫ ઓવરમાં ૯ વિકેટ અને ૭૩ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. બાકીના બોલના આધારે, આ ટી ૨૦ આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં શ્રીલંકાની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી જીત છે.
ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનારી યુએઈ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તીર્થા સતીશ મેચના ચોથા બોલ પર એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ, અને જ્યારે ટીમનો સ્કોર ૯ પર પહોંચ્યો, ત્યારે લાવણ્યા કેની (૩ રન) એ પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ કેપ્ટન ઈશા ઓઝા (૧૮ રન) અને હીના હોચચંદાની (૧૦ રન) એ સાવધાનીપૂર્વક રમી અને ત્રીજી વિકેટ માટે ૧૯ રન ઉમેર્યા. ત્યારબાદ રિનિતા રાજીથા (૧૫ રન) એ સમૈરા અને મેહુલ કુલકર્ણી (૩ રન) સાથે નાની ભાગીદારી કરી અને ટીમને ૫૦ રનથી વધુ રન બનાવ્યા. આ પ્રયાસો છતાં, સમગ્ર યુએઈ ટીમ ૧૯.૫ ઓવરમાં ફક્ત ૭૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
શ્રીલંકા તરફથી બોલિંગ કરતી વખતે, મિતાલી અયોધ્યાએ ૩.૫ ઓવરમાં ૧૪ રન આપીને ૩ વિકેટ લીધી, જ્યારે ચેતના વિમુક્તીએ ૪ ઓવરમાં ૧૬ રન આપીને ૩ વિકેટ લીધી. સુગંધિકા કુમારીએ પણ ૨ વિકેટ લીધી. ચેતના વિમુક્તિ તેની ઉત્તમ બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
ઇમેશા દુલાની અને ચમારી અતાપટ્ટુની જાડીએ શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી. લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાની મહિલા ટીમે ઇમેશા દુલાની અને ચમારી અતાપટ્ટુ સાથે શાનદાર શરૂઆત કરી. તેઓએ સાથે મળીને ૫.૫ ઓવરમાં પ્રથમ વિકેટ માટે ૫૭ રન ઉમેર્યા. ઇમેશા દુલાની ૧૮ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૨૫ રન બનાવીને રનઆઉટ થઈ ગઈ. કેપ્ટન ચમારી અતાપટ્ટુએ ૨૫ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૮ રન બનાવ્યા. સંજના કવિંદીએ ૪ બોલમાં ૫ રન બનાવ્યા. બંને અંત સુધી અણનમ રહ્યા. તેઓએ ૮૦ રનનો લક્ષ્યાંક ૭.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ભારત મહિલા એશિયા કપ ૨૦૨૬માં ૩૦ ઓગસ્ટે થાઇલેન્ડ સામેની મેચ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરશે.














































