વેરાવળ એસ.ટી. ડેપો ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં ગ્રામ હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી સ્વસહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે ગ્રામ હાટ ફાળવવામાં આવ્યાં છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને યોગ્ય બજાર મળવાની સાથે આવક વધારવાની તક મળશે. આ પ્રસંગે વેરાવળ-બગદાણા રૂટની બસને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં નાથીબહેન વાજા, ડા. બી.બી. ડાંગર, ડેપો મેનેજર દિલીપ શામળા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.