લાઠીમાં રહેતા એક વેપારીને સોશિયલ મીડિયામાં ગાળો આપવામાં આવી હતી. જ અંગે વેપારી વિજયભાઈ દિલીપભાઈ બાખલકીયા (ઉ.વ.૩૭)એ mickeyyy0748 નામના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફેક ઇન્સ્ટાગ્રામ ધારકે સોશિયલ મીડિયામાં તેમને બરઇરાદે મેસેજમાં માસી તથા બહેનની ગાળો આપીને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. કે. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.