વંડા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં ગેરકાયદે ઘૂસેલા દોલતી ગામના એક ઈસમે ૫૦૦ રૂપિયા આપવાની ના પાડતાં ગાળો બોલીને ઓફિસનો કાચ તોડી નાખ્યો હતો. આ બનાવ સંદર્ભે દીપકભાઇ દિનેશભાઇ મસરાણી (ઉ.વ.૫૨)એ દોલતી ગામના હમીરભાઇ ખોડાભાઇ રાઠોડ સામે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેઓ તથા સાક્ષી સાગરભાઇ ઓઘડભાઇ ટોળીયા બંને પોતાની ‘ભવાની ટ્રાવેલ્સ’ની ઓફિસ પર હાજર હતા. તે દરમિયાન આરોપીએ ઓફિસની અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને તેમની પાસે રૂ. ૫૦૦ માંગ્યા હતા. દીપકભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં આરોપીએ તેમને માર મારવાની ધમકી આપી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ ઓફિસનો કાચ તોડી અંદાજે રૂ. ૮,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ મામલે વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એમ. વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.